
ભારતીય જનતા પાટીદાર આ વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ માટે નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે આજે બપોર બાદ આ તમામ નામોની જાહેરાત કરાય છે ત્યારે યુવા મોરચાના વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે ધરમપુરના પ્રભાકર યાદવની નિમણૂક કરવામાં આવી છે

તો સાથે સાથે વલસાડ તાલુકાના મહામંત્રી તરીકે કેવિન પટેલ, અને પારડી તાલુકાના મહામંત્રી તરીકે મયંક પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને યુવા કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે અનેક લોકોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવા માટે ટેલિફોનિક સંદેશાઓ તેમજ રૂબરૂ મળીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે

આગામી દિવસમાં આવનારી ચૂંટણીઓમાં યુવા મોરચા જોરસોર થી ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારણને ઉતરશે તેવું ઉત્સાહ જોઈને જણાઈ રહ્યું છે










