વાપીના રાજસ્થાન ભવન ખાતે મંજુબેન દાયમાંજીની 15મી પુણ્યતિથિ નિમિત્તે વિશાલ રક્તદાન શિબિર યોજાઈ 500 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક

On: July 30, 2022 7:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વિશાલ રક્તદાનશિબિર

વાપીના મહિલા સામાજિક કાર્યકર અને વાપી પાલિકાના વોર્ડ સભ્ય રહી ચૂકેલા મંજુલા બેન દાયમાંજીની 15 મી પુણ્યતિથિનિમિતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું છેલ્લા 15 વર્ષ થી તેમની યાદમાં રક્તદાન શિબિર યોજાય છે.સ્વ.મંજુલાબેન દાયમાંજી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતા લડતા ઈશ્વર શરણ થયા હતા તેમના અંતિમ સમય દરમ્યાન તેમને પણ પ્લેટલેટ વાળા બ્લડની જરૂરિયાત ઉભી થઇ હતી જે મેળવવા માટે તે સમયે અનેક લોકોનો સહયોગ મળ્યો પણ ક્યારેક એવું પણ બન્યું કે તેમને સમય ઉપર  બ્લડ નોહોતુ મળી શક્યું જેને કારણે તેમના સ્વર્ગવાસ બાદ તેમના પરિવાર જનોએ નક્કી કર્યું હતું કે તેમને જે મુશ્કેલી બ્લડ મેળવવા માટે પડી છે એ અન્ય કોઈને ન પડે એવા ઉમદા હેતુ થી છેલ્લા 15 વર્ષથી રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિવિધ બ્લડ બેંકના સહયોગથી આજે શિબિર યોજાઈ 

સ્વ.મંજુબેન દાયમજીના પુત્રી પ્રિયાએ જણાવ્યું કે મમ્મીના સારવાર સમયે જે રીતે બ્લડની જરૂર ઉભી થઇ હતી ને મેળવવા માટે જે મુશ્કેલી પડી હતી તે જોતા અન્ય લોકોને બ્લડની અછત ન પડે અને સમયસર બ્લડ મળી રહે એવા હેતુથી આજે બ્લડ કેમ્પનું આયોજન સવારે 9 વાગ્યા થી રાજસ્થાન ભવનમાં કરવામાં આવ્યું છે 

કાર્યક્રમ દરમ્યાન રાજસ્થાન પ્રગતિ મંડળના પ્રમુખ કનૈયા લાલ અગ્રવાલ,સચિવ લક્ષ્મણ પુરોહિત શિબિર સંયોજક વિજય સરાફ, વાપી ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલ,વી આઈ એ પ્રમુખ કમલેશભાઈ પટેલ,સહિત મંજુબેન દાયમાં પરિવારના સભ્યો તેમના શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે 500 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં બપોર સુધીમાં 160 બોટલ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી 

રક્તદાન કરનાર રક્તદાતાઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ગિફ્ટ પણ એનાયત કરવામાં આવ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!