સંપન્ન લોકોની ભેંસની કાળજી લઈ બે પાંદડે થયેલા પ્રૌઢ પશુપાલકે લાલચમાં બધું ગુમાવ્યું

On: March 23, 2022 11:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– ત્રણ મહિનામાં ત્રણ ગણાની સ્કીમમાં ગ્રાહકો લાવતો હતો

– એસ.એસ.રોયલ લાઈફ મલ્ટીબીઝમાં ગ્રાહકો લાવનાર મૂળ ઓરિસ્સાના 54 વર્ષીય કિશન પ્રધાનની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ

સુરત, : સુરતના કરાડવામાં એસ.એસ.રોયલ લાઈફ મલ્ટીબીઝના નામે કંપનીમાં રોકાણના ત્રણ મહિનામાં ત્રણ ગણાની સ્કીમમાં કંપની માટે ગ્રાહકો લાવનાર મૂળ ઓરિસ્સાના પ્રૌઢ પશુપાલકની ડિંડોલી પોલીસે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. સાધન સંપન્ન લોકોની ભેંસની કાળજી લઈ બે પાંદડે થયેલા પ્રૌઢ પશુપાલકે લાલચમાં 15 વર્ષમાં ભેગું કરેલું બધું ગુમાવવાનો વારો આવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કરાડવાના જી-9 બિઝનેસ સેન્ટરમાં એસ.એસ.રોયલ લાઈફ મલ્ટીબીઝના નામે કંપની શરૂ કરી રૂ.36,000 ના રોકાણ સામે ત્રણ મહિને રૂ.90 હજાર આપવાના બહાને લાખો ઉઘરાવનાર કંપનીના બે સંચાલક આશિષ રાઠોડ અને કિશન પ્રધાન વિરુદ્ધ એકાઉન્ટીંગનું કામ કરતા 29 વર્ષીય કૈલાશભાઈ ગેહરીલાલ પટેલ ( રહે.102, શિવનગર સોસાયટી, ભેસ્તાન આવાસ, સુરત ) એ રૂ.1.86 લાખની છેતરપિંડીની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. બારડોલી પોલીસે બંનેની આ પ્રકારની જ છેતરપિંડીનીના ગુનામાં ધરપકડ કરી હોય ડિંડોલી પોલીસે બંને પૈકી ભેંસનો તબેલો ધરાવતા આશીષ યશંવતભાઇ રાઠોડ ( ઉ.વ.37, રહે. પ્લોટ નં.141, વૃંદાવન સોસાયટી, ભેસ્તાન રેલ્વે સ્ટેશન રોડ, પાંડેસરા, સુરત. મુળ રહે.ખરસાડ, જી.નવસારી ) ની અગાઉ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી.

ડિંડોલી પોલીસે આ ગુનામાં ગતરોજ પશુપાલક કિશનભાઇ કાશીનાથ પ્રધાન ( ઉ.વ.54, રહે.એચ/203, સ્ટાર ગાર્ડન, તાડવાડી, વરીયાવ, અમરોલી, સુરત. મુળ રહે. નંડેશાઇ ગામ, ભંજનગર, જી.ગંજામ, ઓરીસ્સા ) ની લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 15 વર્ષથી સાધન સંપન્ન લોકોની ભેંસ લાવી તેની કાળજી લઈ દૂધનું વેચાણ કરતો હતો અને તે દરેક ભેંસ દીઠ તેના માલિકને રૂ.2 હજાર મહિને આપી સારું એવું કમાયો હતો. જોકે, રૂ.36,000 ના રોકાણ સામે ત્રણ મહિને રૂ.90 હજાર આપવાની સ્કીમમાં લોકોને રોકાણ કરવા માટે લાવી તે વધુ કમાવા માંગતો હતો. પરંતુ કંપનીએ ઠગાઈ કરતા તેણે કેટલાકને પૈસા પોતાની મૂડીમાંથી ચૂકવવા પડયા હતા. તો ઘણા લોકો તેને જે ભેંસ સોંપેલી હતી તે પરત લઈ ગયા હતા. વધુ તપાસ પીએસઆઈ બી.બી.ચૌધરી કરી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!