સુરત ડિસ્ટ્રીકટ બેન્કના ત્રણ ડિરેકટરોના સંતાનો પણ બેન્કમાં નોકરી કરે છે

On: March 23, 2022 5:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– ત્રણેય
સામે ફરિયાદ કરવા તજવીજ થતા ડિરેકટરપદ સામે લટકતી તલવારઃ સુમુલના એક ડિરેકટરે પદ
ગુમાવ્યું છે

     સુરત

સુમુલના
એક ડિરેકટર પદ ગુમાવ્યા બાદ બીજા એક ડિરેકટર સામે ફરિયાદ થઇ છે. ત્યારે અન્ય સહકારી
સંસ્થા સુરત ડિસ્ટ્રીકટ બેન્કમાં પણ ત્રણ ડિરેકટરોના સંતાનો બેન્કમાં  નોકરી કરી રહ્યા હોવાથી તેમના પદ પર પણ લટકતી તલવાર
છે. 

સહકાર ક્ષેત્રમાં
ડિરેકટર પદે હોવા છતા સંતાનને તે જ સંસ્થામાં નોકરી અપાવવાના કિસ્સામાં રાજય સહકારી
મંડળીના કમિશ્નર દ્વારા ડિરેકટર પદ રદ કરવાના એક હુકમ થયા બાદ ફરિયાદો શરૃ થઇ છે. જેમાં
સોમવારે સુમુલના ડીરેકટર રેસા ભાઇ ચૌધરી સામે જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી તાત્કાલિક
ડિરેકટર પદ રદ કરવાની માંગ કરાઇ હતી. તો સહકાર ક્ષેત્રની બેન્ક સુરત ડિસ્ટ્રીકટ બેન્કમાં
પણ ત્રણનું ડીરેકટર પદ ભયમાં આવી ગયુ છે. આ ત્રણ ડિરેકટરોના સંતાનો પણ સુરત ડિસ્ટ્રીકટ
બેન્કની વિવિધ શાખામાં નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. અને તેઓ હાલ પણ ડીરેકટર
પદે હોવાથી આ તમામ વિરુદ્વ પણ આગામી દિવસોમાં સંતાન બેન્કમાં નોકરી કરતા હોવાથી ડીરેકટર
પદ રદ કરવા માટે ફરિયાદ કરવાના ચક્રો ગતિમાન થયા છે.

સુત્રોના
જણાવ્યા મુજબ જો એક પછી એક હુકમ થાય તો રાજયની સહકારી સંસ્થાઓમાં ૨૦૦૦ થી વધુ ડિરેકટરો
એવા છે. જેમના સંતાનો તેઓ જે સંસ્થામાં ડિરેકટર છે. તે સસ્થામાં નોકરી કરતા હોવાથી
આવા ડીરેકટરો સામે કાર્યવાહી થશે કે નહીં
?
તે અંગે સહકાર ક્ષેત્રે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!