હું મેઇન્ટેન્સ ભરવાનો નથી, તમારાથી જે થાય તે કરી લેજો: ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સના પૂર્વ પ્રમુખે આજીવન મેઇન્ટેન્સના રૂ. 57.50 લાખ ચાઉં કર્યા

On: March 22, 2022 10:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– બિલ્ડરે પ્રમુખ બનાવ્યા ત્યારે મેઇન્ટેન્સ પોતે ભરશે તેવું કહી શરૂઆતમાં ભરપાઇ કર્યા બાદ કિશોર ગોયાણીએ હાથ ઉંચા કરી દેતા અટકાયત
– જયારે માંગો ત્યારે પૈસા ચુકવી આપીશ કહીને અગાઉ સિક્યુરીટી પેટે પ્રોમીસરી નોટ અને લોન ચાલુ હોવા છતા ફ્લેટનો વેચાણ સાટાખત કરી આપ્યો હતો

સુરત
અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત શાલીગ્રામ હાઇટ્સ રેસીડન્સીના ફ્લેટ ધારકો પાસેથી ઉઘરાવેલા આજીવન મેઇન્ટેન્સ પેટેના રૂ. 57.50 લાખ પોતાના ખિસ્સામાં સેરવી લઇ તમારાથી જે થાય તે કરી લેજો એમ કહી મારી નાંખવાની ધમકી આપનાર રેસીડન્સીના પૂર્વ પ્રમુખ વિરૂધ્ધ અમરોલી પોલીસે ઠગાઇનો ગુનો નોંધી અટકાયત કરી છે.
અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત શાલીગ્રામ હાઇટ્સ રેસીડન્સીમાં બનાવનાર ગિરીરાજ કોર્પોરેશન દ્વારા તમામ ફ્લેટનું વેચાણ થયા બાદ ફ્લેટ ધારકો પાસેથી રૂ. 1.15 લાખ લેખે ઉઘરાવેલા આજીવન મેઇન્ટેન્સ પેટેના કુલ રૂ. 57.50 લાખ વર્ષ 2015-16 માં રેસીડન્સીમાં રહેતા કિશોર રણછોડ ગોયાણીને હવાલે કરી તેમની પ્રમુખ તરીકે નિમણુંક કરી હતી. જે તે વખતે કિશોરે હું બિલ્ડીંગના તમામ કામ કરીશ અને દર મહિને મેઇન્ટેન્સ આવશે તે હું ભરી દઇશ તેવો વાયદો કરી વર્ષ 2017 સુધી તમામ મેઇન્ટેન્સ ચુકવ્યું હતું. પરંતુ ત્યાર બાદ મેઇન્ટેન્સ ચુકવવાનું બંધ કરી દીધું હતું. જેથી રેસીડન્સીના રહીશોએ મેઇન્ટેન્સ બાબતે ટકોર કરતા કિશોરે હાલ મારી પાસે પૈસા નથી એમ કહી ઉડાઉ જવાબ આપ્યો હતો. જો કે રહીશોના દબાણને વશ થઇ કિશોરે જે તે વખતે રેસીડન્સીની ઇ બિલ્ડીંગના 16 સભ્યોના નામે ઉછીના રૂપિયા લીધા છે અને તમે જયારે માંગો ત્યારે ચુકવી આપશે તેવી પ્રોમિસરી નોટ અને સિક્યુરીટી પેટે ફ્લેટનો વેચાણ સાટાખત કરી આપ્યો હતો. પરંતુ ત્યાર બાદ પણ કિશોરે મેઇન્ટેન્સ ભરપાઇ કર્યુ ન હતું. જેથી રહીશોએ પુનઃ આ મુદ્દે ટકોર કરતા કિશોરે હું મેઇન્ટેન્સ ભરપાઇ કરવાનો નથી, તમારાથી જે થાય તે કરી લેજો એમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે તાબડતોબ રહીશોએ પ્રમુખ તરીકે અશ્વીન દેવરાજ અકબરીની નિમણુંક કરી હતી. બીજી તરફ કિશોરે ફ્લેટ પર બેંક લોન ચાલુ હોવા છતા સિક્યુરીટી પેટે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!