મહેસાણાના લીંચમાં ગાંધીનગરના યુવકે ગોળીબાર કરતાં પરિવાર ભયભિત

On: March 22, 2022 12:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.21

મહેસાણા તાલુકાના લીંચ ગામમાં ઘરની પાસે આવેલા પ્લોટ ખાલી
કરવાના મુદ્દે બે પરિવારો વચ્ચે તકરાર થઈ હતી.જેમાં મામલો બીચકતાં ગાંધીનગરના એક
યુવકે બંદુકમાંથી એકાએક ગોળીબાર કરતાં ભયનો માહોલ છવાયો હતો.દિવાલે અથડાયેલી
ગોળાના ગન પાવડરથી દંપતીને ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરીને
લાંઘણજ પોલીસ મથકે પાંચ શખસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મહેસાણાના લીંચમાં આવેલા વાલ્મિકીવાસમાં રહેતા કમલેશભાઈ
ગાંડાભાઈ વાઘેલાનો પરિવાર તેમના ઘરની પાસે આવેલ કુટુંબી કાકાની જમીનનો પ્લોટ તેમની
મંજુરીથી ઉપયોગ કરતા હતા.દરમિયાન ગાંધીનગર રહેતા રાજુભાઈ અને તેમનો દિકરો ગૌરાંગ
લીંચ આવ્યા હતા અને તેમણે જમીનનો પ્લોટ ખાલી કરી દો અથવા પૈસા આપી દો તેવું કહીને
તકરાર કરી હતી.જેમાં મામલો ઉગ્ર બની જતાં ફોન કરીને ગૌરાંગે ફોન કરીને તેના બે
મિત્રોને બોલાવતા તેઓ પ્રાણઘાતક હથિયારો સાથે અહીં આવ્યા હતા.ઉશ્કેરાટમાં આરોપીઓએ
ઘરમાં ઘુસી જઈને જાનથી મારી નાંખવાના ઈરાદે પોતાની નાની બંદુકમાંથી ગોળીબાર કર્યો
હતો.જેની ગોળી બારણાને અથડાઈને દિવાલ સાથે ટકરાતા તેમાંથી નીકળેલ ગન પાવડરથી
ફરીયાદીના કાકા ભાનુભાઈ અને તેમની પત્ની ટીનાબેનને ઈજા થઈ હતી.ઘટનાથી પરિવારનો
લોકો ભયભિત બન્યા હતા અને હોબાળો થતાં આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ત્યાંથી
રવાના થઈ ગયા હતા.ત્યારબાદ પરિવારે મહેસાણા પોલીસ કંટ્રોલ રૃમને આ અંગે જાણ કરતાં
લાંઘણજ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને પાંચ આરોપીઓ સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો
દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

આરોપીના નામ

૧. રાજુભાઈ 
કાન્તીભાઈ વાઘેલા
,રહે.સેકટર-૬,ગાંધીનગર

૨. મયુર રમેશભાઈ વાઘેલા રહે.રાણીપ,અમદાવાદ

૩. ગૌંરાંગ રાજુભાઈ વાઘેલા રહે.ગાંધીનગર

૪. ગૌરાંગના બે મિત્રો 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!