સેટેલાઈટના વેપારી અને તેમના બે કાકા પર હુમલો: ગુંડાઓએ કારમાં તોડફોડ કરી છુટા પથ્થરો માર્યા

On: March 21, 2022 7:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 21 માર્ચ  

સેટેલાઈટમાં રહેતા વેપારી અને તેમના બે કાકા પર સાઈડ કેમ નથી આપતો તેમ કહી ગુંડા તત્વોએ હુમલો કર્યો હતો. સિનિયર સીટીઝન એવા બે કાકા અને ભત્રીજો હુમલાથી બચવા દૂર ભાગ્યા તો હુમલાખોરોએ છુટા પથ્થરો માર્યા હતા. કારમાં તોડફોડ કરી તેમજ ઝપાઝપીમાં વેપારીની 1 લાખની સોનાની ચેન પડી ગઈ હતી. રવિવારે બનેલી ઘટના અંગે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સેટેલાઈટમાં 132 ફૂટ રોડ પર શ્રી વિલા બગલોમાં રહેતા ચંદ્રકાન્ત નટવરલાલ પટેલ ઓઢવ જીઆઇડીસી ખાતે ક્રિષ્ના એન્ટરપ્રાઇસના નામે વેપાર કરે છે. ચંદ્રકાંતભાઈ રવિવારે તેમના વતનથી કારમાં તેઓના કાકા નરેન્દ્રભાઈ અને દશરથભાઈ સાથે પરત આવતા હતા. ગોતા બ્રિજ પાસે અદાણી પંપ પર સીએનજી પુરાવી ઘર તરફ જતા ગોટા બ્રિજ પાસે એક શખસે કારનો હોર્ન મારી ચંદ્રકાંતભાઈની કાર સાઈડમાં ઉભી રખાવી તેની કારમાંથી ઉતરીને આવ્યો હતો. આ શખ્સે અપશબ્દો બોલી સાઈડ કેમ નથી આપતો તેમ કહેતા એક રીક્ષા ચાલકે વચ્ચે પડી તારો વાંક છે. તેમ કહેતા તે શખ્સ કાર લઈને નીકળી ગયો હતો. 

દરમિયાન ચંદ્રકાંતભાઈ તેઓની કાર લઈને સ્વાદ ગાંઠિયા રથ પાસે પહોંચ્યા ત્યારે તકરાર કરનાર કારચાલક અને તેના ત્રણ સાથીઓ ત્યાં ઉભા હતા. આ શખ્સોએ ચંદ્રકાંતભાઈ અને તેના બન્ને કાકા પર હુમલો કર્યો હતો. દરમિયાન તેઓ બચવા માટે દૂર ગયા તો આરોપીઓએ પથ્થરો મારી ઇજા કરી તેમજ કારમાં તોડફોડ કરી હતી. આ તકરારમાં ચંદ્રકાંતભાઈ ની સાડા ત્રણ તોલા વજનની ચેન પડી ગઈ અને ચશ્મા તૂટી ગયા હતા. હુમલાખોરો સ્થળ પરથી તેઓની કાર લઈ રવાના થઈ ગયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!