તું મારી ગર્લ ફ્રેન્ડ પાછળ કેમ પડયો છે કહી સગીરને દોડાવી દોડાવી માર્યો

On: March 21, 2022 3:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,રવિવાર 

નિકોલમાં પ્રેમ પ્રકરણમાં મિત્રો વચ્ચે મારા મારી થઇ હતી, જેમાં એક શખ્સે સગીરને તુંં મારી ગર્લ ફ્રેન્ડ પાછળ કેમ પડયો છે કહી દોડાવી દોડાવીને ઢોર માર માર્યા હતો એટલું  ન હી  છોડાવવા વચ્ચે પડનારા બે મિત્રો ઉપર પણ ઘાતક હુમલો કર્યો હતો, આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી.

છોડાવવા વચ્ચે પડનારા મિત્રો ઉપર પણ ઘાતક હુમલો ઃ આજ તો  તમે બચી ગયા  છો રસ્તામાં મળશો તો જાનથી મારી નાખીશુંં

આ કેસની વિગત  એવી છે કે નિકોલમાં  કાનબા હોસ્પિટલ પાસે રાઝીભાગ્રીન લાઇનમાં રહેતા અને સ્ટીલનો વ્યવસાય કરતા ઓટમલ  આસુરામ ચૌહાણ (ઉ.વ.૪૨)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગર કેવડાજીની ચાલી પાસે પ્રતાપનગરમાં રહેતા સુમીત સુનીલભાઇ દિવાકર  (ઉ.વ.૧૯)અને સૈજપુર બાલકૃષ્ણનગર સોસાયટી સામે અભિનવ એપાર્ટમેન્ટમાં રહેતા રાજવીરસિંહ  ઉર્ફે શિવપ્રતાપસિંહ કુશ્વાહ (ઉ.વ.૨૦) તથા  વિકી ઉર્ફે  લલ્લા માથુર સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૪ ના રોજ ફરિયાદીનો સગીર વયનો પુત્ર તેના મિત્રો સાથે નિકોલ ગામ રોડ ઉપર   આવેલા દાનવે સુપર માર્કેટમાં ધી ગાર્ડન કાફેમાં નાસ્તો કરતા ગયો હતો.

તે વખતે સુમિત સાથે આવેલા તેના  મિત્રએ  ફરિયાદીના પુત્રને કહ્યું કે  તુંં મારી ગર્લ ફ્રેન્ડ પાછળ કેમ પડયો છે, જેથી સગીરે કહ્યું કે મારી મિત્ર છે તમે જે સમજો છો તેવું કંઇ નથી તેમ કહેતાની તે સગીર ઉપર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો  અને  ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો.

બીજીતરફ બીજા દિવસે સાંજે  નિકોલમાં આવેલા રાજહંસ સિનેમા પાસે સગીર અને તેના મિત્રો ઉભા હતા આ સમયે ત્રણેય શખ્સોએ  ત્યાં આવીને  તકરારની  અદાવત રાખીને સુમિત તથા તેના મિત્રોએ ગાળો બોલીને લાકડાના દંડાથી સગીરને દોડાવી દોડાવીને માર્યો હતો. તેના મિત્રો છોડવવા વચ્ચે પડતા તેઓ ઉપર પણ ઘાતક હુમલો કર્યો હતો અને બુમાબુમ થતાં લોકો દોડી આવ્યા હતા જતાં જતાં આરોપીએ ધમકી આપી હતી કે આજ તો  તમે બચી ગયા  છો રસ્તામાં મળશો તો જાનથી મારી નાખીશું આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોધી સુમિત તથા રાજવીરસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!