મહિલા કોન્સ્ટેબલનો 16 વર્ષનો ઘાટલોડિયામાંથી ગૂમ પુત્ર બગદાણાથી મળ્યો

On: March 19, 2022 6:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

19 માર્ચ, શનિવાર

અમદાવાદ: ઘાટલોડિયામાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલનો 16 વર્ષનો પુત્ર હોળીના
દિવસે ગૂમ થઇ ગયો હતો. ઘાટલોડિયાની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ભણતા સગીરનો ફોન ઘરેથી
સ્વિચ ઓફ કરેલી હાલતમાં મળી આવયો હતો. પોલીસે સગીરને શોધવા સમગ્ર વિસ્તારમાં
સીસીટીવી ફુટેજ ચેક કર્યા તેમજ ખાનગી બાતમીદારોની મદદ લીધા બાદ , સગીર બગદાણા
હોવાની વિગત મળી આવી હતી. પોલીસ અને પરિવારજો ત્યાં પહોંચ્યા ત્યારે સગીર તેની
જાતે જ બગદાણા ગયો હોવાની વિગત મળી આવી હતી.

શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કનોસ્ટેબલના પતિ દૂધનો વેપાર કરે છે.
દંપતીના બે પુત્રોમાં
16 વર્ષનો તરલ (નામ બદલ્યું છે) શુક્રવારે સવારે 10 વાગ્યે માતા પાસે જમવાનું
માગ્યું હતું. દયાબહેન જમવાનું લઈ રૂમમાં આવ્યા ત્યારે પ્રિન્સ જોવા મળ્યો ન હતો.
ઘરમાં
, પડોશમાં તેમ સોસાયટીમાં તપાસ કરતા પુત્ર મળ્યો ન હતો. પ્રિન્સનો ફોન પણ સ્વિચ
ઑફ કરેલી હાલતમાં ઘરમાંથી મળ્યો હતો. પુત્રની શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ના લાગતા
મહિલા કોન્સ્ટેબલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે સગીર સહી
સલામત હાલતમાં બગદાણાથી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!