આજે મહાપાલિકાની બજેટ બેઠક, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચર્ચા જામશે

On: March 17, 2022 9:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– ભાવનગર મહાપાલિકામાં સવારે સાધારણ સભાનુ આયોજન 

– મહાપાલિકાનુ વર્ષ 2022-23 નુ રૂ. 1204.42 કરોડનુ બજેટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રૂ. 129.56 કરોડના બજેટને મંજુરી અપાશે 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં આવતીકાલે ગુરૂવારે સાધારણ સભાનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહાપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ બજેટ મંજુર કરવામાં આવશે. બજેટમાં બેઠકમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે ચર્ચાનો દૌર જામશે. બજેટમાં ખુટતી બાબતો અંગે વિપક્ષ કોંગ્રેસ સવાલો ઉઠાવશે. ચર્ચા અંતે બજેટ મંજુર કરવામાં આવશે. 

મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે આવતીકાલે ગુરૂવારે સવારે ૧૧ કલાકે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભાનુ આયોજન કરવામાં આવેલ છે. સાધારણ સભામાં ભાવનગર મહાપાલિકાનુ વર્ષ ર૦રર-ર૩નુ સુચિત અંદાજપત્ર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ સુચિત અંદાજપત્ર અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા કરીને આખરી નિર્ણય કરવામાં આવશે. બજેટ બેઠકમાં કોંગ્રેસ સભ્યો દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવશે તેમ જણાય રહ્યુ છે ત્યારે કોંગ્રેસ-ભાજપના સભ્યો વચ્ચે ચર્ચાનો દૌર જામશે. ચર્ચા લાંબી ચાલશે તો બજેટ બેઠક મોડે સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના કમિશનર દ્વારા અગાઉ બજેટ બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં કેટલાક સુધારા વધારા કરી અંદાજીત રૂ. ૯૬૮ કરોડનુ બજેટ મંજુર કરવા સ્ટેન્ડીંગ કમિટિમાં મોકલવામાં આવ્યુ હતું. સ્ટેન્ડીંગ કમિટિના સભ્યો દ્વારા ૧પ દિવસ પૂર્વે બજેટ બેઠકમાં રોડ, બિલ્ડીંગ, ડ્રેનેજ, યોજના, ટાઉન પ્લાનીંગ, ટાઉન ડેવલપમેન્ટ, યુસીડી, આઈસીડીએસ, આરોગ્ય, સોલીડ વેસ્ટ, રોશની, ઘરવેરા સહિતના વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્ટેન્ડીંગ કમિટિમાં સુધારા-વધારા સાથે મહાપાલિકાનુ રૂ. ૧ર૦૪,૪ર કરોડનુ અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતુ, જેમાં રૂ. ૧૦૬ર.૦૧ કરોડ ખર્ચ કરતા વર્ષાન્તે રૂ. ૧૪ર.૪૧ કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતું. 

સ્ટેન્ડીંગ કમિટિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ રૂ. ૧ર૯,પ૬,૯૭,૦૦૦ની આવક તથા ખર્ચવાળુ બજેટ મંજુર કરવામાં આવ્યુ હતું. સ્ટેન્ડીંગ કમિટિની મંજુરી બાદ મહાપાલિકા અને શિક્ષણ સમિતિનુ બજેટ સાધારણ સભામાં મંજુરી માટે મોકલવામાં આવેલ છે. કોંગ્રેસ નગરસેવકોની માંગ સ્વિકારી બજેટમાં સુધારા-વધારા થશે કે નહી ? તેની રાહ જોવી જ રહી. 

બજેટમાં ખુટતી બાબતો અંગે વિપક્ષ કોંગ્રેસ સવાલો ઉઠાવશે 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!