અંકલેશ્વરના જુના દીવા ગામની સીમના ખેતરમાં જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા

On: March 17, 2022 8:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અંકલેશ્વરઃ ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના જુના દીવા ગામની સીમમાં શેરડીના ખેતરમાં જુગાર રમતા આઠ જુગારીયાઓને રૂ 14.81 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 

 જુના દીવા ગામના વશી ફળિયામાં રહેતો શૈલેશ વિઠ્ઠલભાઈ પટેલ ગામની સીમમાં ભૂતિયા વગામાં આવેલા શેરડીના ખેતરમાં જુગારનો અડ્ડો ચલાવે છે.જેવી બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દરોડા પાડયા હતા.પોલિસ ટુકડીએ બાજુના પુનગામના ખેતરોમાંથી રબારીઓના સાફા પહેરી પોતાની ઓળખ છુપાવી ઓચિંતી રેડ કરતા જુગારીઓ અવાચક બની ગયા હતા. 

 પોલીસે સ્થળ પરથી રોકડા રૂ 2.14  લાખ અને 8 વાહનો તેમજ નવ મોબાઈલ ફોન મળી કુલ 14.81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુખ્ય સૂત્રધાર શૈલેશ વિઠ્ઠલભાઈ પટેલ,મનોજ બાબુ પટેલ,ફરસુ કેશુર વસાવા,ગુલામ અકબર બશીર અહેમદ મુલ્લા,સંદીપ સોમાભાઈ પટેલ,કેશવ રાજેન્દ્ર કલાલ અને અર્જુન રતનસિંહ અટોદરીયા,પાર્થકુમાર જનક વાઘેલાને ઝડપી પાડયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!