મહેસાણા જિલ્લામાં 12થી 14 વર્ષના બાળકોને કોરોના રસીકરણનો પ્રારંભ

On: March 17, 2022 4:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.16

મહેસાણા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને કોરોના
રસીના સુરક્ષા કવચથી આવરી લેવાના અભિયાનનો બુધવારથી પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે
જિલ્લાના ૧૬૨૩૪ બાળકોને કોર્બેેવેક્સ રસી આપીનેકોવિડ-૧૯ થી  સુરક્ષિત કરાયા હતા. મહેસાણા શહેરની પ્રાથમિક
શાળા નંબર-૬ થી વહીવટીતંત્રએ રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો.

મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, કારોબારી ચેરમેન
હરી પટેલ
, કલેક્ટર
ઉદિત અગ્રવાલ અને ડીડીઓ ડો.ઓમપ્રકાશની ઉપસ્થિતિમાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને
કોરોના વેક્સિનઆપવાના અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના
૯૦ હજાર બાળકોને કોર્બેવેક્સ નામની રસી આપવામાં આવનાર છે. જેમાં પ્રથમ દિવસે
જિલ્લામાં ૧૬૨૩૪ બાળકોને રસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે
, જિલ્લામાં અત્યાર
સુધીમાં ૧૫
,૯૫,૩૯૦ વ્યક્તિઓને
પ્રથમ ડોઝ
, ૧૪,૮૮,૦૧૦ વ્યક્તિઓને
બીજો ડોઝ અને ૭૯
,૩૮૪
વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ મળીને કુલ ૩૧
,૬૨,૭૮૪ ડોઝ આપવામાં
આવ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!