ગુજરાતની કિશોરીને મળ્યું રાજસ્થાનના યુવકનું હૃદય…

On: March 16, 2022 6:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ગુજરાતમાં આ 27મું ઈન્ટ્રા-સ્ટેટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

અમદાવાદ, તા. 16 માર્ચ 2022, બુધવાર 

રાજસ્થાનના એક પરિવારે તેમના મૃતક 20 વર્ષના પુત્રના અંગદાનના રૂપમાં કરેલી ઉદારતાએ અમદાવાદની 14 વર્ષની છોકરીને નવું જીવન આપ્યું છે.

 રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના રહેવાસી યુવક પુરણસિંહ પરમારને તેમના વતનમાં થયેલા અકસ્માતને કારણે માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો અને 14 માર્ચે ડોકટરોની પેનલ દ્વારા તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

અંગદાન માટે પરિવારની સંમતિ બાદ તેનું હૃદય, કિડની અને લીવર દાન માટે યોગ્ય માનવામાં આવ્યાં હતાં. કિડની અને લીવર IKDRC ખાતે ત્રણ પ્રાપ્તકર્તાઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને તેનું હૃદય જામનગરની 14 વર્ષની છોકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું જે છેલ્લા 6 વર્ષથી ટર્મિનલ હાર્ટ ફેલ્યોરથી પીડાતી હતી. સીઆઈએમએસ હોસ્પિટલના ડોક્ટર ધીરેન શાહ અને ધવલ નાઈકે જણાવ્યું હતું કે, ટ્રાન્સપ્લાન્ટ બાદ તેની હાલત સ્થિર છે.

પરમારનું હૃદય ગુજરાત રાજ્યમાં દાન કરવામાં આવેલ 60મું હૃદય હતું. ગુજરાતમાં આ 27મું ઈન્ટ્રા-સ્ટેટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતું અને આ તમામ ટ્રાન્સપ્લાન્ટ CIMS હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!