સંબંધ બાંધવાની ના પાડતા પ્રેમીએ છરીના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરી

On: March 12, 2022 6:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


મહીસાગર જિલ્લામાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસનું પુનરાવર્તન 

યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્રેમીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે ખસેડયો 

નડિયાદ : સુરતના ગ્રીષ્મા હત્યા પ્રકરણના છાંટા હજુ સુકાયા નથી ત્યાં વિરપુરમાં એક પ્રેમીકાએ પ્રેમસંબંધ માટે ઇન્કાર કરતા ઉશ્કેરાયેલા પ્રેમીએ ચપ્પાના ઘા ઝીંકી પ્રેમીકાની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમીકાની હત્યા બાદ પ્રેમીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતા.

વિરપુર તાલુકાના કોયડમ તાબેના દુધલા ગામે ચતુરભાઇ ભુલાભાઇ રાવળની 21 વર્ષીય  દીકરી તારાબેનના લગ્ન ગયા વર્ષે વીરણીયા ગામના અજયભાઇ રાવળ સાથે થયા હતા. પરંતુ અજયભાઇને રમીલાબેનના શૈલેશ સાથેના પ્રેમસંબંધની જાણ થતા છેલ્લાં ચાર મહિનાથી છૂટાછેડા બાદ રમીલાબેન પિયરમાં રહેતા હતા. રમીલાબેનના પિયર આવ્યા બાદ શૈલેષભાઇ વારંવાર રમીલાબેનને પ્રેમસંબંધ બાંધવા પ્રયત્ન કરતો હતો.   

ગુરૂવાર સવારના સાડા આઠેક વાગે રમીલાબેન ખેતરમાં કામ કરતા હતા તે દરમિયાન શૈલેષ ત્યાં આવ્યો હતો અને રમીલાબેનને ખેંચીને ખેતરથી દૂર લઇ ગયો હતો. જ્યાં શૈલેષ પગીએ રમીલાબેનને પ્રેમસંબંધ બાંધવા જણાવ્યું હતું. પરંતુ રમીલાબેને ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાઇ ગયેલા શૈલેષે રમીલાબેનના છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ શૈલેષ ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો.

આ બનાવ અંગે પોલીસે રમીલાબેનના પિતા ચતુરભાઇની ફરિયાદના આધારે શૈલેશભાઇ પગી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે હત્યા બાદ પોલીસ કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ શલેષે પણ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!