BREAKING : ગાંધીનગર 10 માર્ચથી યોજાનારો ડિફેન્સ એક્સ્પો મોકૂફ રખાયો

On: March 4, 2022 12:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

નવી દિલ્હી, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર

ગુજરાતના ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સપોની અંતિમ તબક્કાની તાડામારા તૈયારીઓ ચાલી રહી હતી. જોકે વૈશ્વિક સ્તરે અસમંજસતાની સ્થિતિને કારણે આ એક્સપો અંતિમ સમયે મોકૂફ રાખવાની ફરજ પડી છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધને પગલે અમેરિકા, રશિયા અને યુરોપના દેશોએ આ એક્સપોમાં હાજર રહેવાથી કિનારો કરતા લોજિસ્ટિક સમસ્યાઓનું કારણ આપીને અંતે મુલતવી રાખવાની ફરજ પડી છે.

એક સપ્તાહ જેટલો નજીવો સમય બાકી છે અને તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વિદેશી કારણોસર આ એક્સપો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ડિફેન્સ એક્સપો, 2022 આગામી સપ્તાહ 10મી માર્ચથી શરૂ થવાનો હતો. આ એક્સપોના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના હતા. આ એક્સપો અનિશ્ચિત્તકાળ માટે રદ્દ કરવામાં આવ્યો છે અને જણાવાયું છે કે નવી તારીખો અંગેની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીની સાથે હાજર રહેનાર રક્ષા મંત્રી રાજનાથ સિંહ 20મી ફેબ્રુઆરી જ ગાંધીનગર આવીને સમગ્ર તૈયારીનું નિરિક્ષણ કરવા આવ્યા હતા.

20મી ફેબ્રુઆરીએ રાજનાથ સિંહની સાથે ડિફેન્સ સેક્રેટરી અજય કુમાર, એરચિફ માર્શલ વીઆર ચૌધરી, ચીફ ઓફ નેવી એડમિરલ આર હરિકુમાર, લેન્ફટન્ટ મનોજ પાંડે સહિતના લોકો હાજર રહ્યાં હતા.

10થી 14 માર્ચ, 5 દિવસ ચાલનાર આ એક્સપોમાં 900થી વધુ કંપનીઓ આવવાની હતી અને 55 દેશોના 1000થી વધુ પ્રતિનિધો આ એક્સપોમાં ભાગ લેવા આવી રહ્યાં હતા. રશિયા, અમેરિકા સહિતના ટોચના દેશોના રક્ષા તજજ્ઞો અને અધિકારીઓએ આ એક્સપોમાં હાજરી આપવા અમદાવાદ આવવાના હતા. 

રસપ્રદ વાત એ પણ છે કે ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ પોલિસે આ એક્સપો માટે એક જાહેરનામું પણ બહાર પાડી દીધું હતુ. અમદાવાદ પોલિસે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ડિફેન્સ એક્સપોને કારણે 5 દિવસ સુધી સાંજના સમયે લોકોની અવરજવર અને વાહનોની અવરજવર પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!