જામનગર શહેર અને કાલાવડમાં દારૂ અંગે બે સ્થળે દરોડા: બે શખ્સોની અટકાયત: અન્ય બે ફરાર

On: March 4, 2022 6:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 04 માર્ચ, 2022

જામનગરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં પાઠક ફળીમાં વર્ધમાન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા કરણ ઉર્ફે દેવો હસમુખભાઈ પરમાર નામના શખ્સ દ્વારા પોતાના ફ્લેટમાં ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો ઉતર્યો છે તેવી બાતમી સીટી-એ ડિવિઝન પોલીસને મળી હતી. જેથી પોલીસે ઉપરોકત સ્થળે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ફ્લેટમાંથી 54 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો કબજે કરી લીધો છે અને મકાનમાલિક કરણ હસમુખભાઈ પરમાર ની અટકાયત કરી દીધી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં ભાનુશાલી વાડ વિસ્તારમાં રહેતા પ્રફુલ ઉર્ફે પાગો ખજુરીયાભાઈ ભાનુશાલીએ સપ્લાય કર્યો હોવાનું કબૂલતાં પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

દારૂ અંગે નો બીજો દરોડો એલસીબીની ટીમે કાલાવડના ગ્રામ્ય પંથકમાં પાડયો હતો. ત્યાં નાના વડાળા ગામ માં રહેતા સાહિલ બસીરભાઈ શાહમદાર નામના શખ્સને રૂપિયા 16,800ની કિંમતની 42 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે પકડી પાડયો છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને કાલાવડ તાલુકાના ડેરી ગામના ગીરીરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા એ સપ્લાય કર્યો હોવાનું કબુલતાં પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!