[ad_1]

– વર્ગ-4ના
કર્મચારીઓએ ભેગા થઇ રોષ વ્યક્ત કર્યો
સુરત:
સ્મીમેર
હોસ્પિટલમાં આજે સવારે સ્ટાફની માંગણી કરવાના મુદે નર્સ અને મહિલા અટેન્ડન વચ્ચે બોલાચાલી
થતા હોબાળો થયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં એસ.આઇ
ઓફિસમાં વર્ગ ૪ના કર્મચારીઓ અટેન્ડન તરીકે કામગીરી કરે છે. આજે સ્મીમેરના કોઇ
વોર્ડ માંથી નર્સે સેનેસ્ટેશન વિભાગમાં ફોન કરીને મહિલા અટેન્ડન પાસે સ્ટાફની
માંગણી કરી હતી. તેથી મહિલા અટેન્ડને નર્સને ત્યાં સ્ટાફ ફાળવામાં આવ્યો હોવાનું
જણાવ્યુ હતુ. આ મુદ્દે નર્સ અને મહિલા અટેન્ડન વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી મહિલા
એટેન્ડન કમ આયાએ તેના સાથી વર્ગ ૪ના કર્મચારીઓને આ અંગે જાણ કરી હતી. તેથી વર્ગ
૪ના કર્મચારીઓએ એકત્ર થઇને રોષ વ્યકત કર્યો હતો.
[ad_2]
Source link






