યુક્રેન બોર્ડર પર એક્ઝિટ સ્ટેમ્પ માટે ત્રણ દિવસમાં પાંચ વખત લાઈનમાં ઉભા રહ્યા

On: March 3, 2022 8:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃયુક્રેન પોલેન્ડ બોર્ડર પર હેરાનગતિ સહન કરનાર આજવા રોડ વિસ્તારનો વિદ્યાર્થી રોનિક ભટ્ટ પણ આજે વડોદરા પરત ફર્યો છે.યુક્રેનના ટર્નોપિલમાં મેડિકલનો અભ્યાસ કરતા રોનિકે કહ્યુ હતુ કે, બોર્ડર પર અમે ત્રણ દિવસ દરમિયાન પાંચ વખત લાઈનમાં ઉભા રહ્યા હતા અને આમ છતા યુક્રેનના સૈનિકો અમારા પાસપોર્ટ અને વિઝા પર એક્ઝિટ સ્ટેમ્પ મારવા માટે તૈયાર નહોતા.તેમનુ કહેવુ હતુ કે ,તમારા દેશે અમારી તરફેણ નથી કરી.તેઓ તેનો ગુસ્સો અમારા પર કાઢતા હતા.

અમને ધક્કા મારતા હતા તેમજ અમારા સામાનને પણ લાત મારતા હતા.આવી સ્થિતિમાં અમે માઈનસ પાંચ થી દસ ડિગ્રી ઠંડીમાં ત્રણ દિવસ પસાર કર્યા હતા.એ પછી થાકીને અમે  બીજા સ્થળેથી બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યાંથી અમે બોર્ડર ક્રોસ કરી શક્યા હતા.પોલેન્ડ પહોંચ્યા અને ભારતીય એમ્બેસીએ અમને હોટલમાં રાખ્યા ત્યારે અમે હાશકારો અનુભવ્યો હતો.જોકે હવે મને ચિંતા અભ્યાસની છે.યુનિવર્સિટીએ અમને કહ્યુ છે કે, બે મહિના પછી પરીક્ષા લેવામાં આવશે પણ આ પરીક્ષા કેવી રીતે લેવાશે તે અંગે તો હાલ મારા સહિતના તમામ વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અને મૂંઝવણ અનુભવી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!