ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા તારીખની જાહેરાત

On: March 3, 2022 5:00 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર

બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માગણી ઉઠી હતી. ત્યારે આખરે ગૌણ પસંદગી મંડળ દ્વારા તારીખ જાહેર કરી દેવાઈ છે. 

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં 24 એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. ઉપરાંત ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા યોજાશે

અગાઉ પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો હતો. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતાં વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા અને વારંવાર પરીક્ષાઓ મોકૂફ થવાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પડી ભાંગે છે. તૈયારી બાદ જ્યારે એક્ઝામ આપવાની તારીખ નજીક આવે  ત્યારે જ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. 4 વર્ષમાં ત્રીજી વખત બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ હતી.

અગાઉ 13 ફેબ્રુઆરીએ રવિવારના રોજ પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે ફરી જાહેરાત કરી છે કે હવે 24 એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!