મોટા વરાછામાં ખુલ્લી બારીમાંથી પ્રવેશી ચોર રૂ. 15.45 લાખની મત્તા ચોરીને ફરાર

On: March 2, 2022 2:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– હીરા વેપારીએ હવા-ઉજાશ માટે બારી ખુલ્લી રાખી સુઈ ગયાઃ બાઈક પર ચોરી કરવા આવનાર બે ચોર સીસીટીવીમાં કેદ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર

મોટા વરાછાની પંચકુટીર સોસાયટીમાં હવા-ઉજાશ માટે ખુલ્લી રાખેલી બારીમાંથી પ્રવેશી ચોર લેપટોપ, મોબાઇલ ફોન અને 13 નંગ હીરા મુકેલી બેગ મળી કુલ રૂ. 15.45 લાખની મત્તા ચોરીને ભાગી જતા હીરા વેપારીએ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

મોટા વરાછાના રિવરવ્યુ રોડ સ્થિત પંચકુટીર સોસાયટીમાં રહેતો હાર્દીક ઝવેરભાઇ વસોયા (ઉ.વ. 26 મૂળ રહે. દેવગામ, તા. કુકાવાડ, જિ. અમરેલી) મહિધરપુરાના એલ.બી. ચોક સ્થિત દેવ નિરંદન બિલ્ડીંગમાં ભાગીદારીમાં હીરા લે-વેચનો ધંધો કરે છે. ગત રાત્રે હાર્દીક 13 હીરાનું પડીકું ઉપરાંત લેપટોપ વિગેર બેગમાં મુકી બેડરૂમમાં સુઇ ગયો હતો. પરંતુ બીજા દિવસે સવારે બેડરૂમમાં બેગ નજરે નહીં પડતા શોધખોળ કરી હતી. ત્યારે બેડરૂમની બારીની નીચે બેગમાં મુકેલા હાર્દીક અને તેની પત્નીનો પાસપોર્ટ નજરે પડયો હતો. પરંતુ લેપટોપ, મોબાઇલ ફોન અને 13 નંગ હીરા મુકેલી બેગ નજરે નહીં પડતા તુરંત જ સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રાત્રે 1:15 કલાકે બાઈક પર આવેલા બુકાનીધારી બે ચોર પૈકી એક ચોર બારીમાંથી અંદર પ્રવેશી બેગ ચોરીને જતા નજરે પડયો હતો. જેને પગલે હાર્દીક વસોયાએ લેપટોપ, મોબાઇલ અને હીરા મળી કુલ રૂ. 15.45 લાખની ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!