[ad_1]

– પાલિકાના માર્શલ ઉપરાંત શહેરના 90 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ બંદોબસ્તમાં રહ્યાં
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી માથાભારે તરીકેની છાપ ધરાવતા ગેંગસ્ટર્સ સજ્જુ કોઠારી સામે અનેક ગુનાઓ નોંધાયા છે. તેની મિલકતના ડિમોલીશન માં સ્થાનિકો આક્રમક વિરોધ કરે તેવી શક્યતાને પગલે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચના અનેક અધિકારીઓ જોડાયા હતા. અધિકારીઓની ફોજ જોઈને એક પણ માથાભારે તત્વો કે સ્થાનિકોએ વિરોધ કરવાની હિંમત કરી ન હતી,.

કુખ્યાત સજ્જુ કોઠારીની મિલકતના ડિમોલીશન કામગીરી દરમ્યાન આજે સવારથી જ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ઘટના સ્થળે પરસેવો પાડી રહેલા નજરે પડી રહ્યા હતા. સજ્જુ કોઠારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ વચ્ચે ડિમોલીશન કામગીરીમાં આજે એક – બે નહીં પરંતુ ઉચ્ચાધિકારીઓ સહિત 35 જણાની ટીમ જોતરાયેલી નજરે પડી હતી.

શહેરમાં સંભવતઃ પહેલી વખત કોઈ મિલકતના ડિમોલીશન માં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હોય તેવું જોવા મળ્યું છે. નાનપુરા સહિત સમગ્ર શહેરમાં માથાભારે ગેંગસ્ટર તરીકે કુખ્યાત સજ્જુ કોઠારીની જમરૂખ ગલીમાં આવેલા મિલકતના ડિમોલીશન દરમિયાન આજે ક્રાઈમ બ્રાંચના ડીસીપી, એસીપી સહિત ત્રણ પીઆઈ, છ પીએસઆઈ સહિત 30 કોન્સ્ટેબલ – હેડ કોન્સ્ટેબલની ટીમ ઘટના સ્થળે હાજર રહેવા પામી હતી. આ સિવાય અઠવા અને લાલગેટ પોલીસ મથકના પીઆઇ, છ પીએસઆઈ અને 50 પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આમ, સુરત મહાનગર પાલિકાના ડિમોલીશન દરમિયાન આજે માર્શલ – એસઆરપીની ટીમ કરતા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ 90 જેટલા અધિકારીઓ – કર્મચારીઓ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખડે પગે જોવા મળ્યા હતા.
માથાભારે ગેંગસ્ટરની મિલ્કતના ડિમોલિશનની કામગીરીમાં સુરતનું ક્રાઈમ બ્રાંચ જોડાયું pic.twitter.com/sRAotiE5oA
— Gujarat Samachar (@gujratsamachar) March 2, 2022
[ad_2]
Source link






