વડોદરા શહેરમાં 24 વર્ષથી પોલિયોનો કોઈ કેસ નોંધાયો નથી

On: February 28, 2022 10:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– શહેરમાં 2.12 લાખ ભૂલકાઓને પોલિયોની રસી આપવાની છે 

– 75 ટકા કામગીરી પૂર્ણ 

વડોદરા, તા. 28 

વડોદરા શહેરમાં 1998 પછી પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે સમગ્ર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં પણ પોલિયોનો કોઈ કેસ નોંધાયો નથી. ગુજરાત રાજ્યમાં છેલ્લે વર્ષ 2007માં પોલિયોનો કેસ નોંધાયો હતો. વડોદરામાં કેન્દ્ર સરકારના પલ્સ પોલિયો અભિયાન હેઠળ રાજ્ય સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા વડોદરા કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે પાંચ વર્ષ સુધીના ભૂલકાઓને પોલિયો રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વડોદરામાં પાંચ વર્ષ સુધીના 2.12 લાખ ભૂલકાઓને રસી આપવાની છે. જેમાંથી પ્રથમ દિવસે આશરે 75 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી. 

આ કામગીરી માટે વડોદરામાં 1075 બુથ ઉભા કરવામાં આવ્યા છે, ને 4300 કર્મચારીઓ કામે લગાડવામાં આવ્યા છે. વડોદરા શહેરની જેમ વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં પોલિયો રસી પીવડાવવા ના અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્રે હાથ ધરેલા આયોજન માં નવજાત શિશુથી ૫ વર્ષ સુધીની ઉંમરના 1.85 લાખથી વધુ ભૂલકાઓને બાળ લકવાને રોકતી રસીના બે ટીપાંનું પાન કરાવવાની કામગીરી ગઈકાલથી શરૂ કરી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!