વડોદરા: પ્રાથમિક સુવિધા વિના વેરા બીલોનો વિરોધ: 7 ગામોના પૂર્વ સરપંચોનો મોરચો

On: February 28, 2022 9:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 28 

વડોદરા શહેરમાં પોણા બે વર્ષ અગાઉ પાલિકામાં સમાવાયેલાં 7 ગામોને પાણી, ડ્રેનેજ અને રોડ સહિતની પ્રાથમિક સુવિધા ન મળવા છતાં આડેધડ વેરાબિલ ફાળવતાં 7 ગામના પૂર્વ સરપંચોએ આજે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી.

શહેરમાં પોણા બે વર્ષ અગાઉ પાલિકામાં સમાવાયેલાં 7 ગામોને ત્રણ ગણું વેરાબિલ બજાવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પાણી, ડ્રેનેજ અને રોડ સહિતની પ્રાથમિક સુવિધા ન મળવા છતાં આડેધડ વેરાબિલની ફાળવતાં 7 ગામના સરપંચ આજે મ્યુ. કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. માત્ર વેરો ઉઘરાવવા માટે જ ગામોને શહેરમાં સમાવાયાં હોવાના આક્ષેપ થયા છે. 7 ગામોની 47 હજાર જેટલી મિલકતો પાસેથી 28 કરોડનો વેરો વસૂલવા પાલિકાએ તાજેતરમાં વેરાબિલની બજવણી કરી હતી, જેનો હવે વિરોધ થઈ રહ્યો છે. વર્ષ 2021ના જૂનમાં વેમાલી, સેવાસી, ઉંડેરા, કરોડિયા, ભાયલી, બીલ અને વડદલાનો પાલિકામાં સમાવેશ કરાયો હતો. સ્થાનિકો વિરોધ કરી ભૂતકાળમાં વડોદરામાં સમાવિષ્ટ કરાયેલાં ગામોની જે દશા થઈ છે તેવી જ દશા આ 7 ગામોની થશે તેવી શંકા વ્યક્ત કરી હતી. પોણા બે વર્ષમાં આ સમાવિષ્ટ ગામોમાં પાલિકાએ એક પણ વિકાસનું કામ નહિ કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ઉપરાંત પંચાયતના રેકોર્ડનો ઉપયોગ કર્યા સિવાય મૃતક સ્વજનના નામે વેરા બિલની બજાવ્યા હોવાની અનેક ફરિયાદો ઊઠી છે. સાથે એક જ સોસાયટીના એક જ સરખાં મકાનોના વેરાબિલમાં ઘણો તફાવત છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. જેને પગલે 7 ગામના સરપંચ સ્થાનિકોને સાથે રાખી આજે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી.

આમ, પોણા બે વર્ષથી લોકોને પાણી, ડ્રેનેજ, રોડ જેવી માળખાકીય નવી સુવિધા મળી નથી છતાં ત્રણ-ત્રણ ગણા વેરાબિલ બજાવાતા રાહત સાથે સુવિધાની અપેક્ષા સેવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!