સુરતના ડીંડોલીના ફ્લાવર ગાર્ડનમાં પોલીસની સી ટીમ પર હુમલો

On: February 28, 2022 8:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ગાર્ડનનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતા ભીડ નજરે પડતા સહેલાણીઓને સમજાવવા જતા દંપતી સહિત ત્રણ જણાએ હુમલો કર્યો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર

ડીંડોલીના ફ્લાવર ગાર્ડનમાં સમય બાદ પણ ભીડ નજરે પડતા સહેલાણીઓને પરત ઘરે જવાનું સમજાવવા જનાર ડીંડોલી પોલીસની સી ટીમ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરનાર દંપતી સહિત ત્રણ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી. પંડયા અને તેમની સી ટીમ ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન ડીંડોલીના ફ્લાવર ગાર્ડન પાસેથી રાત્રે 8.30 વાગ્યે પસાર થઇ રહ્યા હતા. ગાર્ડનનો સમય પૂરો થઇ ગયો હતો અને ભીડ નજરે પડતા કોઇ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે પોલીસે ગાર્ડનમાં જઇ ફરવા આવનાર લોકોને બહાર જવા માટે કહ્યું હતું. પરંતુ ગાર્ડનમાં ફરવા આવનાર પૈકી ચતુર લવજી ધામેચા (ઉ.વ. 60) અને તેમની પત્ની ચંપાબેન ચતુર ધામેચા (ઉ.વ. 57 બંને રહે. આસ્તિક નગર-5, ગોડાદરા) એ અમે ટિકીટ લઇને આવ્યા છે, અમોને શું કામ બહાર કાઢો છો એમ કહી માથાકૂટ કરી હતી.

પોલીસે ગાર્ડનનો સમય પૂરો થઇ ગયો છે એમ કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધામેચા દંપતીએ ગાળાગાળી કરી હતી. પીએસઆઇ પંડયા અને તેમની ટીમે પોતે ડીંડોલી પોલીસનો સ્ટાફ હોવાનું જણાવવા છતા ધામેચા દંપતી અને અન્ય એક સહેલાણી સુનિતા સંજય લાલાણી (ઉ.વ. 26 રહે. કુવારદાગામ, તા. માંગરોલ, જિ. સુરત) એ પોલીસ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેને પગલે તુરંત જ સી ટીમ દ્વારા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!