સાબરકાંઠામાં ફૂડ સેફ્ટી વ્હીકલમાં 3 દિવસમાં દૂધના 383 અને તેલના 96 નમૂના ચકાસાયા

On: February 27, 2022 2:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર, તા.26

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા
તાલુકામાં ફૂડ વિભાગ દ્વારા ૩ દિવસ માટે ફૂડ સેફ્ટી વ્હીકલ દ્વારા દૂધના ૩૮૩ અને તેલના
૯૬ નમૂના સ્થળ ઉપર ચકાસવામાં આવતા તમામ નમૂના વિભાગના ધારાધોરણ મુજબ ખરા ઉતર્યા છે.
ફૂડ વ્હીકલ દ્વારા નમૂના ચકાસવાની સાથે તાલીમ પ્રોગ્રામ અને રજિસ્ટ્રેશન કેમ્પનું પણ
આયોજન કરવામાં આવ્યું હતું. 

જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા.ર૩ થી તા.રપ
ફેબુ્રઆરી દરમિયાન ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વ્હીકલ દ્વારા નાસ્તા-ફરસાણની દુકાનો
તેમજ સહકારી મંડળીઓમાં મિલકો સ્કેન મશીન દ્વારા નમૂનાની ચકાસણી હાથ ધરવામાં આવી
હતી. સાબરડેરીમાં તાલીમ પ્રોગ્રામ અને જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું
હતું.

પ્રાંતિજમાં રજિસ્ટ્રેશન કેમ્પની સાથે જિલ્લામાં તળેલા તેલ
અંગે પણ વિવિધ નમૂના સ્થળ ઉપર ચકાસવામાં આવ્યા હતા.

૩ દિવસ દરમ્યાન ૩ રજીસ્ટ્રેશન કેમ્પ, ર૪૦
અરજદારોને સ્થળ પર રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ તેમજ ૩૮૩ દૂધ અને બળેલા તેલના કુલ-૯૬
નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હતા જે ફૂડ સેફટી અંતર્ગત ખરા ઉતર્યાનું જિલ્લા
ડેઝીગ્નેટેડ ઓફીસર બી.એમ. ગણાવા દ્વારા જણાવવામાં આવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!