Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ડિટોનેટર બાંધી પત્નીને ભેટી પતિનો આત્મઘાતી વિસ્ફોટ, બંનેના મોત

On: February 26, 2022 1:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા/મેઘરજ,તા.૨૫

મેઘરજ તાલુકાના બીટી છાપરા ગામે પીયરમાં રહેતી પત્નીને
મોતને ઘાટ ઉતારવા વેલ્ડર પતિએ  પોતાના
શરીરે  ડીટોનેટર વીંટાળી પત્નીને આલીંગન
આપી વિસ્ફોટ કરતાં આ પ્રચંડ ધડાકાથી ઘટના સ્થળ સહિતનો વિસ્તાર ધુ્રજી ઉઠયો હતો અને
આ  વિસ્ફોટને લઈ હત્યારા પતિ સહિત પત્નીનું
પણ મોત નીપજયું હતું. પથ્થરો તોડવા વપરાતાં ડીટોનેટરના વિસ્ફોટથી દંપતિના હાથ-પગ
શરીરથી અલગ પડી ગયા હતા અને માંસના લોચા આસપાસ ઉડયા હતા.જયારે પત્નીને પણ અતિગંભીર
ઈજાઓ પહોંચી હતી. જિલ્લામાં છ માસમાં પ્રચંડ વિસ્ફોટની બીજી ચકચારી ઘટનાને પગલે
જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોડાસા તાલુકાના મુલોજ
ગામના લાલા સોમા પગી તેની દારૃ પીવાની ટેવ અને પત્નીના ચારિત્ર ઉપર વહેમ રાખી
પત્નિ સહિત પુત્રને ત્રાસ આપતો હતો.

 વેલ્ડીંગના વ્યવસાય
સાથે સંકળાયેલા આ શખ્સ પત્નિ શારદાબેનને અવાર નવાર મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતાં
પત્નિ સહિત પુત્ર અને સૌ ત્રસ્ત બન્યા હતા. છેલ્લા ૧૦ વર્ષથી અપાતા આ શારિરીક અને
માનસિક ત્રાસથી કંટાળી પોતાના ૧૭ વર્ષના પુત્રને લઈ પીયર ચાલ્યા જતાં સમાજના
અગ્રણીઓને વચ્ચે રાખી  ૧૦૦ રૃ.ના સ્ટેમ્પ
પેપર ઉપર સમાધાન કરતા શારદાબેન વર્ષ ૨૦૧૮માં સાસરી મુલોજ ગામે પરત આવ્યા હતા.
પરંતુ દોઢ માસ અગાઉ દારૃડીયા પતિએ કુહાડી લઈ પોતાના પુત્ર ઉપર હુમલો કરતાં પત્ની
શારદાબેન અને કોલેજમાં અભ્યાસ કરતાં ૨૧ વર્ષિય પુત્ર અનીલ સાથે આ પરણિતા પીયર બીટી
છાપરા ગામે આવી ભાઈઓ જોડે શાંતીથી રહેતા હતા.

પત્નીના ચારીત્ર ઉપર પહેલીથી વહેમાતા અને દારૃની લત્તે
ચડેલા આ વેલ્ડર એવા પતિએ કયાંકથી ડીટોનેટર મેળવ્યો હતો.અને ગત ગુરૃવારની રાત્રે
બીટી છાપરા પહોંચ્યો હતો.અને શરીરે ડીટોનેટર વાયર સાથે વિંટાળી પોતાની પત્નિ
શારદાબેનને બાથે પડી વિસ્ફોટ કરતાં આ ડીટોનેટરના પ્રંચડ વિસ્ફોટમાં હત્યારા પતિ
અને પત્નિના કૂચ્ચે કૂરચા ઉડયા હતા અને આ ધડાકાથી ઘર
,ગામ
અને પંથક વિસ્તાર ધુ્રજી ઉઠયા હતા.આ આત્મધાતી વિસ્ફોટની ચકચારી ઘટનાને પગલે જિલ્લા
પોલીસ વડા
,ડીવાયએસપી સહિતના અધિકારીઓનો કાફલો રાત્રે જ ઘટના
સ્થળે પહોંચ્યો હતો.અને ૪૫ વર્ષિય મૃતક લાલા સોમા પગી
,૪૨
વર્ષિય શારદાબેન પગીના મોતની ઘટનાની પુત્ર અનીલભાઈ લાલાભાઈ પગીએ આપેલ ફરીયાદને
પગલે આરોપી મૃતક લાલા સોમા પગી વિરૃધ્ધ ઈપીકો કલમ ૩૦૨ સહિત એક્સપ્લોઝીવ એકટ હેઠળ
ગુનો નોંધી એફએસએલ ટીમ દ્વારા સઘન તપાસ આરંભાઈ હતી.

પત્નીના હત્યારા સુસાઈડ બોંબર લાલો પગી ડીટોનેટર કયાંથી
લાવ્યો
?

મોડાસા તાલુકાના મુલોજનો વતની અને વેલ્ડીંગ કામ કરતો લાલો
પગી પત્ની ઉપરના વહેમને લઈ પત્નિની મારઝૂડ કરતો હતો.દારૃની લત્તે ચડી ગયેલ આ
વેલ્ડરે કયાંથી પથ્થર તોડવાના કામમાં વપરાતો ડીટોનેટર લાવી તેનો માનવ બોંબ તરીકે
જાતે જ ઉપયોગ કરી પત્નીની હત્યા કરી પોતે પણ મોતને ભેટયો ત્યારે આરોપી આ ડીટોનેટર
કયાંથી લાવ્યો
? જિલ્લામાં વગર પરવાને ડીટોનેટર કયાં કેવી રીતે વેચાય છે ?
જેની તપાસ સૌના હિતમાં જરૃરી હોવાનું મનાઈ રહયું છે. ં

મૃતકના મોટાભાઈ સામે માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરાયો

બીટી છાપરા ગામના ભવાનભાઈ તરાલ નાઓએ આ ઘટનામાં પોતાના બનેવી
અને બહેનના મોતને લઈ ભાણેજ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હોવાનું અને તેમના
બનેવીના મોટાભાઈ માનસિક ત્રાસ આપતાં હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તે દિશામાં તપાસ
હાથ ધરી હતી.

જિલ્લામાં ગોઢકુલ્લા ગામે સર્જાયેલા હેન્ડ ગ્રેનેડ
વિસ્ફોટની તપાસનું ફીડલું વળ્યું
?

રાજયના સરહદી અરવલ્લી જિલ્લામાં છેલ્લા છ માસમાં ભેદી
બ્લાસ્ટના ચકચારી બે બનાવો નોંધાયા છે. પ્રસિધ્ધ યાત્રામ શામળાજી નજીકના અંતરીયાળ
એવા ગોઢકુલ્લા ગામે હેન્ડગ્રેનેડના બ્લાસ્ટે રાજયભરમાં ચકચાર મચાવી હતી. પાકિસ્તાન
કે ચીનની બનાવટના મનાતા આ હેન્ડગ્રેનેડ ના વિસ્ફોટને લઈ આતંકી પ્રવૃત્તિઓની
આશંકાઓને પગલે રાજયના રેન્જ આઈજી પણ ગોઢકુલ્લા પહોંચ્યા હતા.અને આ કેસની તપાસમાં
પગલે એટીએસથી માંડી ક્રાઈમ  બ્રાન્ચની ટીમો
સામેલ કરાઈ હતી. પરંતુ છ માસ પછી પણ આ બોમ્બ કયાંથી આ અંતરીયાળ વિસ્તારમાં આવ્યો
? કોણ
લાવ્યું
? ગોઢકુલ્લાના રમેશ ફણેજ,તેની
દિકરી અને અન્ય બે પશુઓનું પણ આ પ્રચંડ વિસ્ફોટથી મોત નીપજયું હતું.મૃતકના ભાઈએ પણ
પોલીસની તપાસના દબાણને લઈ આપઘાત કર્યો હોવાના આક્ષેપો ઉઠયા હતા.ત્યારે આ ચકચારી
કેસને ઉકેલે તેવી કોઈ કડી પોલીસને છ મહિના પછી પણ પ્રાપ્ત થઈ નથી. અને હવે આ
કેસમાં જિલ્લા પોલીસ સી-સમરી ભરનાર હોવાનું સૂત્રો દ્વારા જણાઈ આવ્યું હતું.

વહેમીલા ૫તિનું પત્નીને આલીંગને મોત નિપજાવ્યું

મોડાસા તાલુકાના દારૃડીયા એવા વહેમીલા પતિએ રીસાઈને પીયર
ગયેલી પત્નીને  પીયરમાં જઈ આલીંગન આપ્યું
અને આ આલીંગન પતિ અને પત્ની માટે છેલ્લું નીવડયું.પથ્થર તોડવા વપરાતા ડીટોનેટર
લગાવી પોતાની જાત સાથે પત્નીને પણ ઉડાવી દેવાની જિલ્લાની પ્રથમ ઘટનાએ રાજયભરમાં
ચકચાર જગાવી હતી.

પોલીસવડા સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી

સુસ્સાઇડ બોંબ જેવો ડીટોનેટર બોંબનો ઉપયોગ કરી પત્નીની હત્યા
અને પોતાનું મોત નીપજાવવા વિસ્ફોટને પગલે આ ઘટનાએ રાજયભરમાં ચકચાર મચાવી હતી. અને ઘટનાની
ગંભીરતાને પગલે જિલ્લા પોલીસવડા
,ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ અને પોસઈ ઈસરી
વી.એસ.દેસાઈ સહિતનો કાફલો ઘટના સ્થળે રાત્રે જ પહોંચ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!