દાગીના ચમકાવી આપવાના બહાને ગઠિયા રૂ. 1.29 લાખની બંગડી લઇ રફુચક્કર

On: February 25, 2022 5:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– રાંદેર ટાઉનમાં રહેતા નિવૃત્ત માહિતી અધિકારીને ગઠિયાઓએ નિશાન બનાવ્યાઃ હળદર વાળા ગરમ પાણીમાં બંગડી નંખાવી અને નવું પાણી લેવા જવાનું કહી કસબ અજમાવ્યો

સુરત
રાંદેર ટાઉન ચબુતરા મસ્જિદ નજીક રહેતા નિવૃત્ત માહિતી અધિકારીને દાગીના ચમકાવી આપવાના બહાને વિશ્વાસમાં લઇ ચાલાકી પૂર્વક રૂ. 1.29 લાખની સોનાની બંગડી તફડાવીને રફુચક્કર થઇ જનાર બે ગઠિયા વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
રાંદેર ટાઉનના મોટા ફળીયાના કબૂતરખાના નજીક ચબુતરા મસ્જિદ નજીક રહેતા નિવૃત્ત માહિતી અધિકારી ગીતાબેન હિંમતલાલ શાહ (ઉ.વ. 63) ગત બપોરે માતા અને સંબંધી વૃધ્ધા સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા યુવાનો આવ્યા હતા અને દાગીના ચમકાવી આપવાનું કહી પ્રથમ ઘરના દરવાજાનું તાળું ચમકાવી વિશ્વાસ કેળવ્યો હતો. જેથી હળદર વાળું પાણી ગરમ કરાવી સોનાની ચાર બંગડી કિંમત રૂ. 1.29 લાખની તેમાં નંખાવ્યા હતા. ત્યાર બાદ ગીતાબેન પાસે નવું પાણી મંગાવ્યું હતું. ગીતાબેનની વૃધ્ધ માતા સુઇ ગયા હતા જયારે સંબંધી વૃધ્ધા બીજા કામમાં વ્યસ્ત હતા.

આ તકનો લાભ લઇ બંને ગઠિયા ચાલાકી પૂર્વક હળદર વાળા ગરમ પાણીમાંથી સોનાની ચાર બંગડી તફડાવી ગણતરીની સેકન્ડમાં જ ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા. ગીતાબેન પાણી લઇને આવ્યા ત્યારે બંને યુવાન ન હતા અને સોનાની બંગડી પણ ન હતી. જેથી તુરંત જ ઘરની બહાર નીકળી બુમાબુમ કરી હતી પરંતુ બંને ગઠિયા ભાગી ગયા હતા. ઘટના અંગે ગીતાબેને રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!