[ad_1]
મોડાસા,તા. 24
મોડાસાની સર્વોદય બેંકની સામેના માર્ગેથી પસાર થઈ રહેલા
સહકારી સંસ્થા રોડ ટ્રાન્સપોર્ટના ચેરમેન
ઉપર બુલેટ લઈ આવેલા ત્રણ શખ્સોએ લાકડી અને તીક્ષ્ણ હથિયાર ગુપ્તી વડે હુમલો
કરતીં દોડધામ મચી હતી. આ હુમલામાં ગડદાપાટુનો માર મરાતાં આસપાસના લોકો વચ્ચે પડતાં
ચેરમેનનો બચાવ થયો હતો.
તીક્ષ્ણ હથિયારના વારથી ઘવાયેલા આ ચેરમેનને સારવાર આપવાની
ફરજ પડી હતી. આ હુમલાની ચકચારી ઘટનામાં રોડ ટ્રાન્સપોર્ટના મેનેજરની ફરીયાદ બાદ
મોડાસા ટાઉન પોલીસે પાંચ આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
હતી.
મોડાસા નગરમાં આવેલ રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓપરેટીવ સોસાયટી
લી.નામની સહકારી સંસ્થા જિલ્લાના ટ્રાન્સપોર્ટરના હિતમાં કામ કરે છે. આ સોસાયટીની
માલીકીના બે પેટ્રોલપંપ નગરમાં આવેલા છે. અને તેની માલીકીની દુકાનો ૧૧ માસના કરાર
ઉપર ભાડે અપાયેલ છે.હજીરા વિસ્તારમાં આવેલા રોડ ટ્રાન્સપોર્ટ ની બે દુકાનો
ઈમરાનભાઈ અયુબભાઈ સુથારને ભાડે અપાઈ હતી. પરંતુ આ ભાડુઆતે કોઈ મંજૂરી કે રોડ
ટ્રાન્સપોર્ટ સંસ્થાને જાણ કર્યા વગર ભાડા કરારનો ભંગ કરી આ દુકાનો સલીમભાઈ
ઈસ્માઈલભાઈ દાદુને ભાડે આપી દેતાં વિવાદ સર્જાયો હતો.આ પ્રકરણે રોડ ટ્રાન્સપોર્ટ
દ્વારા આ બે દુકાનો ખાલી કરવા ભાડુઆત અને પેટા ભાડુઆતને વારંવાર જાણ કરવામાં આવતી
હતી.
ગત બુધવારના રોજ નગરના કોલેજ રોડ ઉપર આવેલા એક પાન પાર્લરે
ઉભેલા સોસાયટીના ચેરમેન સાજીદહુસેન ખાનજી નાઓ ઉભા હતા ત્યારે ત્યાં આવેલા સલીમભાઈ
દાદુ અને કાસમભાઈ દાદુએ તમો દુકાનો કેવી ખાલી કરાવો છો ? અમે જોઈએ છીએ ? હવે કોશિશ કરશો
તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી જતાં રહયા હતા.બુધવારની સાંજે નગરની ડુઘરવાડા
ચોકડીથી મખદૂમ હાઈસ્કુલના માર્ગે આવેલ સામીયાના હાઈટસની આગળથી ચેરમેન સાજીદભાઈ
પસાર થઈ રહયા હતા. ત્યારે બુલેટ ઉપર આવી ચડેલા ૩ ઈસમોએ આ ચેરમેન ઉપર હુમલો કર્યો
હતો.અને લાકડી તેમજ તીક્ષ્ણ હથીયારના વારથી ઘવાયેલા ચેરમેનને સારવાર અપાઈ હતી. આ
ઘટનાની જાણ થતાં મોડાસા રોડ ટ્રાન્સપોર્ટના મેનેજર અ.રજાક મો.હુસેન ઈપ્રોલીયાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
નોંધાવતાં પોલીસે આરોપી સલીમભાઈ ઈસ્માઈલ દાદુ,કાસમભાઈ ઈસ્માઈલભાઈ દાદુ,મોહસીન સલીમભાઈ દાદુ,ઓસામા
સલીમભાઈ દાદુ અને સાજીદ ઉર્ફે ધોની યુસુફભાઈ ઈપ્રોલીયા નાઓ વિરૃધ્ધ ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link






