[ad_1]
ભુજ,બુાધવાર
તાલુકાના કોટડા ચકાર ગામે ખેડૂતને વાડીમાં ધન હોવાનું સ્વપ્નનું બતાવીને ધુતારાઓને પદ્ધર પોલીસે કોઠારા વિસ્તારમાંથી દબોચી લીધા હતા. બંને તકસાધુઓને હિરાસતમાં લઈ પુછપરછના દોર સાથે ૫.૭૦ લાખની કિંમતના માતબર દાગીના ખેડૂત પાસેાથી ઉસેડવામાં આ ઠગબાજોએ કેવા કેવા સાધનોનો ઉપયોગ કર્યો અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આગળ ધપાવાઈ છે
ગઈકાલે કોટડા ચકારના ફરિયાદી ખેડૂત ભરત રમણીકભાઈ માકાણી (ઉ.વ. ૪૦)ને ૧૯ તોલા સોનું માટલામાં રખાવી વિિધમાં વ્યસ્ત રાખી ફરાર થઈ જતાં બંને ઠગો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. ત્યારબાદ પદ્ધર પોલીસે આ બંને ઠગબાજોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓની ઓળખ પ્રાથમિક તપાસમાં જ છતી થઈ ગઈ હતી. દરમિયાન ખેડૂતે નામ જોગ ફરિયાદ નોંધાવતા બંને આરોપીઓ શંકરનાથ ઉર્ફે ગોપાલ ઉર્ફે પ્રયાસગિરિ બબલુનાથ વાદી (ઉ.વ. ર૬) અને ટીકનાથ ઉર્ફે વિષ્ણુનાથ ગુલાબનાથ લાલવાદી (ઉ.વ. ૪૩) વાળા અબડાસા તાલુકાના કોઠારા વિસ્તાર હોવાની બાતમી મળતાં કોઠારા પોલીસને સમગ્ર કેસાથી અવગત કરવામાં આવતા પોલીસે બંને આરોપીઓને દબોચી પદ્ધર પોલીસના હવાલે કર્યા હતા. આ સમગ્ર મામલે પદ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.બી. ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ મૂળ ભચાઉ તાલુકાના છે. બનાવને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ કોઠારા બાજુ હોવાની બાતમી હક્કિત મળતાં બંનેની ધરપકડ કરી લેવાઈ છે. ઠગાઈના આ બનાવમાં આરોપીઓએ ઉપયોગમાં લીધેલા સાધનો અંગે તપાસ ચાલી રહી છે.
[ad_2]
Source link






