[ad_1]

– દર્દી પિતા અને પુત્ર એપોઇન્ટમેન્ટના સમયે હાજર ન હતાઃ ડોક્ટરે અન્ય દર્દીને કન્સ્લટીંગ શરૂ કર્યુ તો અમારો વારો કયારે આવશે એમ કહી રીસેપ્શનિસ્ટ સાથે પણ માથાકૂટ કરી
સુરત
સુરતના નાનપુરા સ્થિત એસએનએસ બિલ્ડીંગમાં હેપ્પી હાર્ટ નામના ક્લિનિકમાં એપોઇન્ટમેન્ટના મુદ્દે રીસેપ્શનિસ્ટ અને ડોક્ટર સાથે ગાળાગાળી કરી ડોક્ટરને બેરહમી પૂર્વક માર મારવા ઉપરાંત હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.
નાનપુરા સ્થિત એસએનએસ બિલ્ડીંગમાં ચોથા માળે હેપ્પી હાર્ટ નામે ક્લિનિક ધરાવતા ડો. પ્રણવ નુતનકુમાર વૈદ્ય (ઉ.વ. 36 રહે. 302, રીવર પેલેસ એપાર્ટમેન્ટ, મકનજી પાર્ક, અડાજણ) ગત બપોરે ઘરે જમવા ગયા હતા ત્યારે કાપડ દલાલ દિલીપ આહીરે (ઉ.વ. 60 રહે. મહાદેવ નગર, ડીંડોલી) નામનો દર્દી આવ્યો હતો. ડોક્ટર હાજર નહીં હોવાથી દિલીપભાઇને સાંજે 4.30 વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરંતુ એપોઇન્ટમેન્ટના સમયે દિલીપભાઇ આવ્યા ન હતા.

જેથી ડો. પ્રણવે અન્ય દર્દીઓનું કન્સલ્ટીંગ શરૂ કરી દીધું હતું. દરમિયાનમાં 5 વાગ્યાના અરસામાં દિલીપભાઇ અને તેમનો પુત્ર વિપુલ આવ્યા હતા અને રીસેપ્શનિસ્ટ સુનીતાને કહ્યું હતું કે મારો વારો કયારે આવશે એમ કહી માથાકૂટ કરી હતી. જેથી ડો. પ્રણવે બંનેને પોતાની ચેમ્બરમાં બોલાવી તમારી એપોઇન્ટમેન્ટ 4.30 વાગ્યાની હતી પરંતુ તમે આવ્યા ન્હોતા. જેથી અન્ય દર્દીને બોલાવી લીધા છે અને હવે તમને બોલાવી લેવામાં આવશે. પરંતુ પિતા-પુત્ર ઉશકેરાય ગયા હતા અને ડો. પ્રણવને ગાળો આપી બેરહમી પૂર્વક માર માર્યો હતો. જેથી બિલ્ડીંગની અન્ય ઓફિસના લોકો પણ દોડી આવતા પિતા-પુત્ર ચાલ્યા ગયા હતા અને ડો. પ્રણવને ધમકી આપી હતી કે તું નીચે ઉતર, આજે તારા હાથ-પગ તોડી નાંખીશ તેવી ધમકી આપી હતી.
[ad_2]
Source link






