[ad_1]

એસજી હાઈવેના કેડિલા બ્રિજ પર વિચિત્ર અકસ્માત
પુત્રીના લગ્ન હોવાથી GEBના અધિકારી પરિવાર સાથે ખરીદીમાં જતા હતા ત્યારે અકસ્માત : રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન, વૃધ્ધનું મૃત્યુ
અમદાવાદ : અમદાવાદ વચ્ચેથી પસાર થતો એસજી હાઈવે સડસડાટ પસાર થઈ શકે તેવો બનાવાયો છે. ઝાયડસ કેડીલા બ્રિજ ઉપર સવારના સમયે વિચિત્ર અકસ્માતમાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી છે.
પુત્રીના લગ્ન નજીક હોવાથી જીઈબીના અિધકારી નિરંજનભાઈ ગોસ્વામી અને પરિવારના સભ્યો ખરીદી માટે નીકળ્યા હતા. આ સમયે સામેથી આવી રહેલી કાર અચાનક જ ડીવાઈડર કુદીને નિરંજનભાઈની કાર સાથે આૃથડાઈ હતી. પાંચ વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચી હતી. પોલીસે અકસ્માત સર્જનાર કાર કબજે કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.
ગાંધીનગર જીઈબીમાં નાયબ અિધક્ષક તરીકે ફરજ બજાવતા નિરંજનગીરી ધનેશગીરી ગોસ્વામી (ઉ.વ. 51) પોતાના વતન મહેસાણાના ગમનપુરા ગામથી અમદાવાદ આવતા હતા. પુત્રી જાનવીના લગ્ન હોવાથી પરિવારના સભ્યો સાથે ખરીદી કરવા વસ્ત્રાપુરમાં તેમના નાના ભાઈને ત્યાં આવ્યા હતા.
તા. 20ના રોજ નિરંજનભાઈ, તેમના ભાઈ મનોજભાઈ, કાકા સહિતના સભ્યો લગ્નની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. સવારે નવ વાગ્યે વસ્ત્રાપુરથી નીકળી ગાંધીનગર જવા માટે એસજી હાઈવેના કેડિલા બ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે બ્રિજના ઈલેક્ટ્રીક પોલ નંબર 19-20 વચ્ચે સામેથી આવી રહેલી એક કાર અચાનક જ ડીવાઈડર કુદાવીને નિરંજનભાઈની કાર પર ધસી આવી હતી.
ડિવાઈડર કુદીને આવેલી કારની ટક્કર વાગવાથી નિરંજનભાઈની કાર રોડની ડાબી બાજુએ બ્રિજની દિવાલ તરફ જતી રહી હતી. અકસ્માત સર્જીને કારનો ચાલક કાર મુકીને નાસી ગયો હતો. બીજાની ગફલતથી ભોગ બનેલા ગોસ્વામી પરિવારના નિરંજનભાઈ ઉપરાંત તેમના કાકા કાંતિભાઈ, નાના ભાઈ મનોજભાઈ, ભત્રીજી કાવ્યા અને ચિરાગ મળી કુલ પાંચ વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચી હતી.
તમામ લોકોને સારવાર આપવામાં આવી છે. ડિવાઈડર કુદાવી અકસ્માત સર્જનાર કાર કબજે કરવામાં આવી છે. જ્યારે, અકસ્માત સર્જનાર કારના ચાલકની એસજી હાઈવે-1 ટ્રાફિક પોલીસે શોધખોળ શરૂ કરી છે. ખાનપુરના અવનીકા પાર્કમાં રહેતા જયંતીલાલ પીટરભાઈ મેકવાન (ઉ.વ. 64) કામા હોટલ પાછળ રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા હતા.
આ સમયે અજાણ્યા બાઈકસવારે પૂરઝડપે આવી જયંતીભાઈના ટુ વ્હીલરને ટક્કર મારી હતી. બપોરના બાર વાગ્યે થયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા જયંતીભાઈનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ બાઈક મુકીને નાસી ગયેલા ચાલકની ટ્રાફિક બી ડીવિઝન પોલીસે શોધખોળ શરૂ કરી છે.
[ad_2]
Source link






