ઉત્તર ગુજરાતમાં ૨૪ કલાકમાં ૪૧ કેસનો ઘટાડો થતાં ૪૯ સંક્રમિત

On: February 16, 2022 12:35 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,પાલનપુર,પાટણ,તા.15

 ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ અને બનાસકાંઠામાં ધીમે ધીમેકોરોના સંક્રમણના કેસોમાં પણ  ઘટાડો થઇ રહ્યો છે. જેમા મંગળવારના રોજ ત્રણેય જિલ્લાનો આકડો ૫૦ની અંદર રહેવા પામ્યો છેૅ.પાટણ જિલ્લામાં -૧૫,મહેસાણા -૧૪ , તથા બનાસકાંઠામાં જિલ્લામાં સૌથી વધુ ૨૦  કેસ   મળી  ઉત્તર ગુજરાતમાં કુલ ૪૯ કેસ નોંધાયા છે.જે ગત રોજ કરતાં ૪૧ કેસ ઘટયા છે.

મહેસાણા જિલ્લામાં ૧૫મી   ફેબુ્રઆરી  સુધીમાં ૪૫૫૪૭૨શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં ૪૫૧૮૧૫ નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે.મંગળવારના રોજ  ૩૧૫૫  સેમ્પલનુ પરિણામ આવેલ છેે. જેમા૩૧૫૦ નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.સરકારી લેબમાં ૦૫નો રીપોર્ટ પોઝીટીવ,તથા ખાનગી લેબમા૦૭  પોઝીટીવ તથા ૩૪૨ રેપીડ એન્ટીઝન ટેસ્ટમાં ૧૦ કેસ પોઝીટીવ મળી કુલ૧૪  કેસ નોંધાયા છે.  આ કેસો પૈકી  મહેસાણા શહેરી વિસ્તારમાં -૦૬ ,વિસનગર-૩,બેચરાજી-૩ સતલાસણામાં અને   કડીમાં -૧-૧ કેસ સામે આવ્યો છે. જ્યારે વિજાપુર,ખેરાલુ,ઊંઝા અને જોટાણા કોરોના મુક્ત રહ્યા છે.    હજુ ૩૦૦૯ ૨નું પરિણામ બાકી છ.૨૯લોકો સાજા થતા તેમને રજા  અપાઇ છે. જિલ્લામાં એક્ટીવ કેસનો આંકડો ૩૬૦ નોંધાયો છે. 

પાટણ જિલ્લામાં  ૧૫મી  ફેબુ્રઆરી સુધીમા૧૫૦૫૯૬તથા અન્ય જિલ્લાના  ૧૨૫૨    મળી કુલ ૧૫૧૮૪૮ શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી કોરોના પોઝીટીવ ના માત્ર ૧૫   કેસ નોંધાયા છે. જેમાં ૦૪  પુરૃષ દર્દી અન૧૧ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.જે પાકી સાંતલપુર-૦૬,રાધનપુર-૦૨,શંખેશ્વર-૦૨,ચાણસ્મા-૦૨,સરસ્વતી-૦૧,હારીજ-૦૧,સિધ્ધપુર-૦૧ કેસ નોધાયા છે. જેમાં એક  ૩  વર્ષની  બાળકી કોરોના સક્રમિત  થઇ છે. આજદિન સુધીમાં ૪૫૧૧   લોકો કોરોના પોઝીટીવ નોંધાયા છે. ૧૫૦  દર્દીઓ હોમ આઇસોલેશનથી સારવાર કરાવી રહ્યા છે.૧૮૩નું પરિણામ હજુ બાકી છે. અત્યાર સુધીમાં ૪૩૪૩ દર્દીઓ સાજા થતાં ડીસ્ચાર્જ કરવામાં  આવ્યા છે.આજદિન સુધી ગ્રામ્ય વિસ્તારમાં૨૭૪૬ તથા શહેરી વિસ્તારમા૧૭૫૦ ેમળી કુલ ૪૪૯૬  દર્દીઓ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામા ઘટાડો જોવા મળ્યો છે. ૧૫ મી   ફેબુ્રઆરીના  રોજ   આરટીપીસીઆરના ૩૪૩૪ તથા એન્ટીજનના૧૦૬૬   મળી કુલ૪૫૦૦ ના શંકાસ્પદના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી૨૦  કેસ કોરોના પોઝીટીવ સામે આવ્યા છે જેમાં ભાભર-૩,દાંતીવાડા-૩,ડીસા-૦૮,દિયોદર-૦૧,ધાનેરા-૦૨,કાંકરેજ-૦૧ પાલનપુર-૦૨ કેસ સામે   આવ્યા છે. જિલ્લામાં એકટિવ કેસ  ૩૧૫ નોંધાયા છે. તેમજ૧૦૮ દર્દીઓ સારવાર દરમીયાન સાજા થતાં રજા અપાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!