ઉ. ગુજરાતના 50થી વધુ મેડિકલના વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા

On: February 15, 2022 1:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા.14

રશિયા અને યુક્રેન વચ્ચે તંગદીલી વધી છે ગમે તે ઘડીએ ભીષણ યુદ્ધ
થવાની સંભાવના છે ત્યારે યુક્રેનમાં ઉત્તર ગુજરાતના પ૦ થી વધુ મેડીકલમાં અભ્યાસ કરી
રહ્યા છે. કેટલાક વાલીઓએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી તેમના સંતાનો હેમખેમ ઘરે પરત
ફરે તેવી વ્યવસ્થા ઉભી થાય. જ્યારે અમદાવાદ-વડોદરાથી યુક્રેનના ભાડામાં તોતિંગ વધારો
થયાનું પણ જાણવા મળ્યું છે.

રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ધો.૧ર વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં
ઓછા માર્કસ આવે એટલે રશિયા
,
ફીલીપિન્સ, યુક્રેન, ચીન ખાતે મેડીકલમાં
અભ્યાસ માટે જતા હોય છે. દર વર્ષે યુક્રેનમાં પણ રાજ્યના અસંખ્ય વિદ્યાર્થીઓ મેડીકલમાં
પ્રવેશ મેળવી અભ્યાસ માટે જતા હોય છે પરંતુ છેલ્લા એક પખવાડીયાથી રશિયા અને યુક્રેન
વચ્ચે સ્થિતિ વધુ તંગ બની છે. ગતે મે ઘડીએ બંન્ને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નિકળે તેવી
સંભાવના છે. અનેક દેશોએ પોતાના દૂતાવાસમાંથી ડેલીગેશનને પરત ફરવા જણાવ્યું છે. આ સંજોગોમાં
મેડીકલમાં અભ્યાસ કરતા છાત્રોના વાલીઓ ચિંતિત બન્યા છે.

અરવલ્લી,
સાબરકાંઠા, મહેસાણા અને
બનાસકાંઠાના પ૦ થી વધુ છાત્રો યુક્રેનની કોલેજમાં મેડીકલનો અભ્યાસ કરી રહ્યા છે. રશિયા-યુક્રેન
વચ્ચે સ્થિતિ તંગ બનતાં વિમાની સેવાઓ બંધ થઈ છે. આ સંજોગોમાં ઉત્તર ગુજરાતના મેડીકલ
છાત્રો સલામત રીતે પરત ફરે તેવી વાલીઓએ સરકાર સમક્ષ ગુહાર લગાવી છે. સાબરકાંઠા
, અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર
વિભાગ સૌ પ્રથમ તો રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલી બાબતથી અજાણ હતું અને યુક્રેનમાં
ભણતા વિદ્યાર્થીઓને પરત લાવવા કોઈ રજૂઆત આવી છે કે કેમ તે અંગે પૂછતાં ડિઝાસ્ટર પાસે
આ અંગે કોઈ જાણકારી ન હોવાનું જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!