[ad_1]

– ન્યુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાંથી દુપટ્ટા ખરીદયા, શરૂઆતમાં પેમેન્ટ ચુકવી વિશ્વાસ કેળવ્યો, ત્યાર બાદ ઉધરાણી કરતા ધક્કે ચઢાવી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
રીંગરોડની ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં શ્યામ ટેક્સટાઇલ નામની દુકાનમાંથી રૂ. 61.31 લાખની મત્તાના દુપટ્ટા ખરીદી છેલ્લા બે વર્ષથી પેમેન્ટ માટે ધક્કે ચઢાવનાર ભટારના વેપારી વિરૂધ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરીયાદ નોંધાય છે.
રીંગરોડ સ્થિત ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં શ્યામ ટેક્સટાઇલ નામે દુકાન ધરાવતા રાહુલ હરીશકુમાર લુથરા (ઉ.વ. 32 રહે. સાંઇ રૂદ્ર એપાર્ટમેન્ટ, અલથાણ-કેનાલ રોડ) નો ઓક્ટોબર 2020 માં વિશાલ રાજકુમાર ચુઘ (રહે, રાધા ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, ભટાર) સાથે પરિચય થયો હતો. માર્કેટમાં પોતાની સારી શાખ છે અને સમયસર પેમેન્ટ આપવાનું કહી વિશાલે દુપટ્ટા ખરીદવાનું શરૂ કર્યુ હતું. વિશાલે શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યાર બાદ એપ્રિલ 2021 થી જુલાઈ 2021 સુધીમાં કુલ રૂ. 64.50 લાખનો માલ ખરીદયો હતો. જેનું થોડું પેમેન્ટ ચુકવી દીધું હતું. જયારે બાકીના રૂ. 61.31 લાખના પેમેન્ટ માટે ધક્કે ચઢાવી હવે જો ઉઘરાણી કરશો તો મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે રાહુલ લુથરાએ સલાબતપુરા પોલીસમાં વિશાલ વિરૂધ્ધ ઠગાઇની ફરીયાદ નોંધાવી હતી.
[ad_2]
Source link






