[ad_1]

જામનગર, તા. 14
જામનગરમાં વામ્બે આવાસ કોલોની વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી સાત મહિલાઓ અને પુરુષો સહિત 09 પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગરના વામ્બે આવાસના ત્રણ માળીયા બિલ્ડીંગ પાસે કેટલીક મહિલાઓ અને પુરુષો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન કેટલાક સ્ત્રી-પુરુષો ગોળ કુંડાળું વળીને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતાં મળી આવ્યા હતા. આથી પોલીસે પૂજાબેન દીપકભાઈ યાદવ, પ્રભાબેન મંગાભાઈ પરમાર, ફરીદાબેન સબીરભાઈ ભાયા, ગંગાબેન વશરામભાઈ ગોરી, શાંતાબેન પરસોત્તમભાઈ શેઠિયા, હંસાબેન પ્રકાશભાઈ ગોસાઈ, અંકિતાબેન અમિતભાઈ કડીવાર, તેમજ આમદ તૈયબભાઈ સંધિ અને રાણસી કેશુભાઈ સંઘીયાની અટકાયત કરી લઇ, તેઓ પાસેથી રૂપિયા 30,300ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
[ad_2]
Source link






