બે એકમોમાં ખાનગી કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્ટીકરો બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ

On: February 11, 2022 12:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 10

હિંમતનગરની ધાણધા જી.આઈ.ડી.સી.માં આવેલી આકાર અને આદિત ઈન્ડસ્ટ્રીઝમાં
હોન્ડા કંપનીના લીગલ સુપરવાઈઝર સાથે બી.ડિવિઝન પોલીસે બુધવારે તપાસ આદરી બન્ને ઈન્ડસ્ટ્રીઝમાં
ગેરકાયદેસર રીતે હોન્ડા કંપનીના માર્કાવાળી ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્ટીકરો બનાવવાના
વેપલાનો પર્દાફાશ કર્યો છે. બન્ને ઈન્ડસ્ટ્રીઝોમાંથી પોલીસે રૂ. ૫.૮૬ લાખથી વધુની કિંમતની
ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્ટીકરોનો જથ્થો ઝડપી લઈ હિંમતનગર અને ઈડરના બન્ને ઈન્ડસ્ટ્રીઝના
માલીકો વિરૃધ્ધ બી.ડિવિઝનમાં કોપીરાઈટ એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે સમગ્ર
પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે.

હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર ઈન્ડીયા કંપનીના  મલય શાહ અને લીગલ સુપરવાઈઝર ભુષણ દાણી કંપનીના કોપીરાઈટ
હક તેમજ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ બાબતે તપાસમાં હતા ત્યારે  હિંમતનગરની ધાણધા જી.આઈ.ડી.સી.માં આવેલી આકાર ઈન્ડસ્ટ્રીઝ
અને આદિત ઈન્ડસ્ટ્રીઝમાં હોન્ડા કંપનીના માર્કાવાળી ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્ટીકરનુ
ઉત્પાદન તથા વેચાણ થતુ હોવાની  માહીતી પ્રાપ્ત
થઈ હતી. જેથી કંપનીના લીગલ સુપરવાઈઝર ભુષણ દાણી અને હિંમતનગર બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના
પી.એસ.આઈ. એ.વી. જોષી સહિતની ટીમને સાથે રાખી બુધવારે બન્ને ઈન્ડસ્ટ્રીઝોમાં પ્રત્યક્ષ
પહોંચી તપાસ આદરી હતી. તપાસ દરમ્યાન હોન્ડા તથા એકિટવા લખેલ એસેસરીઝના પાર્ટસ આકાર
ઈન્ડસ્ટ્રીઝમાંથી મળી આવ્યા હતા. જે કંપનીના માલીક રવિકુમાર દોશીની પોલીસે પુછતાછ કરતા
તેમણે કોઈ પણ જાતના હોન્ડા કંપનીના પરવાના વગર ગેરકાયદેસર રીતે હોન્ડા કંપનીના તેમજ
બીજી અન્ય કંપનીના પાર્ટસ સહિતની ડુપ્લીકેટ એસેસરીઝ બનાવતા હોવાનુ જણાવ્યુ હતુ.

દરમ્યાન લીગલ સુપરવાઈઝર અને બી.ડિવિઝન પોલીસે આકાર ઈન્ડસ્ટ્રીઝની
પાછળ આવેલ આદિત કંપનીમાં પણ તપાસ દરમ્યાન ખાનગી કંપનીઓના પ્લાસ્ટીકના સ્ટીકરો મળી આવતા
કંપનીના માલીક પુનીતભાઈ ગીરીશભાઈ શાહ (રહે. ગોલ્ડનપાર્ક સોસાયટી
, મહાવીરનગર, હિંમતનગર)પાસે સ્ટીકર
બનાવવા માટે હોન્ડા કંપનીના ઓર્થોરીટી લેટર રજુ કરવા જણાવતાં આવો કોઈ લેટર ન હોવાનુ
જણાવતા હોન્ડા કંપનીના સ્ટીકરો ડુપ્લીકેટ બનાવી વેપાર થતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ.
આ દરમ્યાન પોલીસ અન્ય કંપનીની ડુપ્લીેકેટ એસેસરીઝ અને સ્ટીકરો સહિત કુલ રૂ. ૫
,૮૩,૨૦૦નો મુદમાલ ઝડપી
લીધો હતો
. હિંમતનગર
બી.ડિવિઝન પોલીસે આકાર અને આદિત ઈન્ડસ્ટ્રીઝના માલીકો પુનીતભાઈ શાહ અને રવિકુમાર દોશી
વિરૃધ્ધ કોપીરાઈટ એકટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!