[ad_1]
વડાલીતા.7
વડાલી શહેરની ઘઢીયા ફળીમાં સોમવારે
બપોરે રોધણગેસના બાટલના જથ્થામાંના એકમાં બ્લાસ્ટ થતા દંપતી દાજતા સારવાર અર્થે
ઇડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બ્લાસ્ટથી ઘરમાં પણ આગ લાગતા વડાલી
પાલિકાની ફાયર ફાઈટર ટીમે ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગપર કાબુ મેળવ્યો
હતો.
જ્યારે ઘટના સ્થળે રોધણગેસના વિવિધ
કંપનીઓના બાટલાઓનો મોટો જથ્થો પડેલા હોવા છતાં તેમાં આગ ન પ્રસરતા મોટી દુર્ઘટના ન
સર્જાતા લોકોએ ભગવાનનો પાર માન્યો હતો અને રહેણાંક વિસ્તારમાં બાટલાઓનો જથ્થો રાખી
સેનો ગોરખધંધો કરવામાં આવતો હતો તે અંગે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી કસુરવારો
સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવા લાગ્યા હતા.
વડાલીના શહેરની ઘઢીયા ફળીમાં રહેતા
સુરેશભાઈ ગલબાભાઈ પ્રજાપતી દ્વારા પોતાના મકાન આગળ વિવિધ કંપનીના રોધણગેસના
બાટલાઓનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો.જે જથ્થામાંના એક બાટલમાં સોમવારે બપોરે
બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળતા તેની જ્વાળાઓથી સુરેશભાઈ તેમજ તેમના પત્ની ધમાબેન
શરીરે ગંભીર રીતે દાજતા ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
હતા.આ આગની જ્વાળાઓની લપેટમાં મકાન પણ આવતા તેમાં પણ આગ ફાટી નીકળી હતી જેને
બુજાવવા આસપાસના રહેતા લોકો દ્વારા પાણીનો મારો ચલાવતા છતાં કાબુ ન મેળવાતા વડાલી
નગરપાલિકાના જાણ કરવામાં આવતા ધર્મેન્દ્રસિંહ હડીયોલ અને તેમની ટીમ ફાયર ફાઈટર લઈ
ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો
હતો.જ્યારે આગ ઘર આગળ પડેલા અન્ય બાટલાઓમાં ન ફેલાતા મોટી દુર્ઘટના કે કોઈ જાનહાની
ન થતા લોકોએ ભગવાનનો પાર માન્યો હતો અને રહેણાંક વિસ્તારમાં ગેસના વિવિધ કંપનીઓના
બાટલનો મોટો જથ્થો રાખી કયો ગોરખધંધો ચાલવવામાં આવતા હતો તે અંગે જવાબદાર તંત્ર
દ્વારા તપાસ કરી કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવા લાગ્યા હતા.
શહેરમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી
વડાલીમાં રહેણાંક વિસ્તારમાં રખાયેલ
રોધણગેસના બાટલાના જથ્થામાંના એકમાં સોમવારે બ્લાસ્ટ થતા દંપતી દાજ્યું હતી.જે
આગની જ્વાળાઓ અન્ય બાટલાઓમાં ન ફેલાતા મોટી દુર્ઘટના થતી ટળતા લોકોએ ભગવાનનો પાર
માન્યો હતો. પરંતુ તેની જ્વાળાઓની લપેટમાં
ઘર આવતા તેમાં આગ લાગતા નુકસાન થયું હતું.
ગેસના બાટલમાં રીફલિંગ કરતા ઘટના
સર્જાઈ હોવાનીચર્ચા
વડાલી શહેરમાં સોમવારે ગેસના બાટલમાં
બ્લાસ્ટ થતા દંપતી ગંભીર રીતે દાજતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.જે દંપતી
બાટલામાં રહેલો ગેસ અન્ય બોટલમાં રીફલિંગ કરવા જતા તેમાં બ્લાસ્ટ થતા દુર્ઘટના
સર્જાઈ હોવાનું શહેરીજનોમાં મુખે ચર્ચાઈ રહ્યુ છે.
વિવિધ કંપનીના બાટલાનો જથ્થો ક્યાંથી
આવ્યો?
વડાલીમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો
તે સ્થળે રોધણગેસના વિવિધ કંપનીના બાટલાઓ જથ્થો પડેલો હતો.જે બાટલાઓ મોટી
સંખ્યામાં રહેણાંક વિસ્તારમાં ક્યાંથી આવ્યા અને તેનો શુ ઉપયોગ કરવામાં આવતો હતો
જેની તપાસ કરવા લોકો માંગ કરી રહ્યા છે.
[ad_2]
Source link






