[ad_1]

– ડોક્ટર પુત્રને પેટમાં મુક્કો મારી અને કાર્ટીગ એજન્ટના બનેવીને ઘરેથી પેમેન્ટ આપું છું કહી લઇ ગયા બાદ બોક્સ ઝુંટવી ભાગી ગયો
સુરત
ઓનલાઇન શોપીંગ વેબસાઇટ ઓએલએક્સ પર વેચવા મુકેલા આઇ ફોન ખરીદવાના બહાને કોલ કરી સંર્પક કર્યા બાદ મોબાઇલ માલિકને પેમેન્ટ અને ફોની ડિલીવરીના બહાને મળવા બોલાવી તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવી ભાગી જનાર ભેજાબાજને અડાજણ પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
રાંદેર રોડ સ્થિત નવયુગ કોલેજ નજીક હેતલ નગર સોસાયટીમાં રહેતા ડો. તેજસ જગદીશચંદ્ર પટેલ (ઉ.વ. 45) ના પારિવારીક જમાઇ વિહાર પટેલે ઓએલએક્સ પર આઇ ફોન વેચવા મુકયો હતો. આ ફોન રૂ. 82 હજારમાં ખરીદવાનું કહી અંકિત પટેલ નામની વ્યક્તિએ કોલ કર્યો હતો. અંકિતે પોતે તેલનો વેપારી છે અને દાંડી ગામમાં રહે છે, ફોન ખરીદવો છે અને પેમેન્ટ એનઇએફટીથી ટ્રાન્સફર કરશે એમ કહી ડો. તેજશના ઘરે ફોન લેવા ગયો હતો. જયાંથી ડોક્ટરના પુત્ર યજ્ઞ (ઉ.વ. 21) ને પેમેન્ટ આપવાના બહાને મોપેડ પર બેસાડી પાલ ગૌરવ પથ પર એકાંત સ્થળે લઇ જઇ પેટમાં જોરથી મુક્કો મારી મોબાઇલ ફોન વાળું બોક્સ ઝુંટવી મોપેડ પર ભાગી ગયો હતો. જયારે ઇચ્છાપોર ખાતે કાર્ટીંગનું કામ કરતા રૂત્વીક કમલેશ પ્રજાપતિ (રહે. સિધ્ધી વિનાયક સોસાયટી, પાલ) ના બનેવી ઉમેશ પ્રજાપતિએ ઓએલએક્સ પર વેચવા મુકેલો ફોન રૂ. 85 હજારમાં ખરીદવાની તૈયારી બતાવી તેમને પણ મળવા માટે પાલ ગૌરવ પથ પર મોનાર્ક કોમ્પ્લેક્ષ પાસે બોલાવ્યા હતા. જયાંથી ઉમેશની મોપેડ પર ચાલો ઘરેથી પેમેન્ટ આપું એમ કહી અડાજણ ગેલેક્ષી સર્કલ ખાતે લઇ ગયો હતો.

જયાં ઉમેશ મોપેડની ચાવી કાઢી રહ્યો હતો ત્યારે ભેજાબાજ મોબાઇલ ફોન વાળું બોક્સ ઝુંટવીને નજીકની દિવાલ કૂદીને ભાગી ગયો હતો. આ ઘટનામાં પીએસઆઇ જીતેન્દ્ર વી. પટેલને મળેલી બાતમીના આધારે ભેજાબાજ અમીત બિપીન ઓલપાડવાલા (ઉ.વ. 34 રહે. 402, સાંઇ દરબાર એપાર્ટમેન્ટ, લક્કડકોટ, મહિધરપુરા) ને ઝડપી પાડયો હતો. ઓનલાઇન શેમ્પુ અને સાબુનો ધંધો કરતા અમીતને 10થી 12 લાખનું દેવું થઇ જતા મોબાઇલ લૂંટવાનું શરૂ કર્યાની કબૂલાત કરી છે.
[ad_2]
Source link






