હ્યુડાઇ કંપની સામે વીએચપી અને બજરંગ દળે મોરચો માંડયો

On: February 7, 2022 9:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


હ્યુડાઇ દ્વારા પાકિસ્તાનના કાશ્મીરી શહિદીની ટ્વિટ 

બે દિવસમાં હ્યુડાઇ કંપની કાશ્મીરની તરફેણમાં ટ્વિટ નહીં કરી તો દેશ વ્યાપી  આદોલન કરાશે

અમદાવાદ : હ્યુડાઇ પાકિસ્તાન દ્વારા કાશ્મીર શહીદી દિવસની ટ્વીટ બાદ સમગ્ર દેશમાં કાર કંપની સામે રોષ ફેલાયો છે. જેના નિવૃત અધિકારીઓથી માંડીને આઇપીએસ  અધિકારીઓ દ્વારા હ્યુડાઇ બોયકોટના મેસેજ કરવામાં આવી રહ્યા છે.

જેને લઇને હ્યુડાઇ ઇન્ડિયાએ સ્ટેટમેન્ટ જાહેર કરીને ભારતને તેનું બીજુ ઘર ગણાવીને માફી માંગી છે. પરંતુ, વીએચપી અને બજરંગ દળ દ્વારા કંપનીને બે દિવસનો સમય આપીને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હ્યુડાઇ ભારત તેના ઓફિશિયલ ટ્વીટરથી જાહેર કરે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જો કંપની ટ્વીટ નહી કરે તો ગુરૂવારથી સમગ્ર દેશમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન કરાશે.

કોરિયન કાર કંપની હ્યુડાઇની પાકિસ્તાન સિૃથત કંપની દ્વારા હ્યુડાઇ પાકિસ્તાનના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી કાશ્મીર માટે શહીદો થયા યુવાનોને યાદ કરતા શહીદ દિવસનુ ટ્વીટ કરતા સમગ્ર દેશમાં વિવાદ થયો હતો.

જેમાં  ગુજરાત સહિત વિવિધ રાજ્યોના આઇપીએસ અિધકારી દ્વારા હ્યુડાઇ બોયકોટના નામે મેસેજ કરવામાં આવ્યા હતા. સાથે સાથે સેનાના જવાનો અને અિધકારીઓએ કાર કંપનીને આડે હાથે લીધી હતી. જેથી તાત્કાલિક કંપનીએ એક સ્ટેટમેન્ટ બહાર પાડયું હતું કે ભારત સાથે કંપનીનો સંબધ પારિવારિક છે અને ભારત તેનું બીજુ ઘર છે. 

જો કે કંપનીના આ સ્ટેટમેન્ટ બાદ પણ લોકોમાં રોષ છે અને વીએચપી તેમજ બજરંગ દળ કાર કંપનીના અિધકારીઓને કહ્યું છે કે તેઓ હ્યુડાઇ ઇન્ડિયાના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ પરથી જાહેર કરે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેના માટે અનેક સૈનિકોએ શહાદત વહોરી છે. 

આ અંગે બજરંગ દળના જ્વલીત મહેતાએ જણાવ્યું કે જો બે દિવસમાં કંપની માંફી નહી માંગે તો દેશ વ્યાપી આંદોલન થશે અને આ માટેની જવાબદારી કાર કંપનીની રહેશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!