[ad_1]

નવી બની રહેલી બિલ્ડીંગ હંમેશા ટાર્ગેટમાં રહેતી હતી
અપ્રમાણસર મિલકતોની અરજીની તપાસમાં વડોદરાની કંપની સાથે ફાયર ઓફિસરના કનેકશનની તપાસ થશે
ફાયર સેફટી સાધનો વસાવવા અને અન્ય કામગીરીનો કોન્ટ્રાક્ટ અથવા પાંચ લાખની લાંચનો
વિકલ્પ ગાંધીનગર ફાયર બ્રિગેડના રીજનલ ફાયર અધિકારી મહેશ મોડ આપ્યા હતા. જેમાં
કન્ટ્રક્શન કપનીએ પાંચ લાખનો વિકલ્પ પંસદ કરીને રૃપિયા પાંચ લાખની લાંચ આપવાનું
પસંદ કરીને એસીબીમાં રંગેહાથે ઝડપાવી દીધા હતા. ત્યારબાદ મહેશ મોડના ભ્રષ્ટાચારની
મોડસ ઓપરેન્ડી અને તેમની કરમ કુંડળી અંગે એસીબીને અનેક ચોંકાવનારી વિગતો મળી છે.
જેમાં મહેશ મોડ અને કમલદાનની નજર ગાંધીનગરમાં બનતી નવી સ્કીમ પર રહેતી હતી અને
તેમાં વડોદરામાં આવેલી ફાયર સેફ્ટીની કંપનીને કોન્ટ્રાક્ટ અથવા લાંચની માંગણી થતી
હતી. જેના આધારે મહેશ મોડ દ્વારા વડોદરાની
કંપનીને ગાંધીનગરમાં અનેક કોન્ટ્રાક્ટ અપાવ્યા હતા.
ઉપરોક્ત મુદ્દાને અપ્રમાણસર મિલકતના કેસની તપાસમાં ઉમેરવામા
આવ્યો છે અને તે દિશામાં માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જેમાં આગામી દિવસોમાં
મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.ગાંધીનગર ફાયરબ્રિગેડના રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ
અને તેમના સાળા કમલદાન ગઢવીને રૃપિયા પાંચ લાખની લાંચ કેસમાં ધરપકડ બાદ એસીબીને એક
વિગતો મળી રહી છે. જેમાં મહેશ મોડ અને તેમના મળતિયા કમલદાન ગઢવીએ ફાયર સેફ્ટીના
સાધનો બનાવતી તેમના નજીકના સગાની કંપનીને ફાયદો કરાવવા માટે નેટવર્ક બનાવ્યું
હતું. જેમાં ગાંધીનગરમાં બનતી નવી રેસીડેન્સીયલ અને કોમર્શિયલ સ્કીમ તેમનો ટારગેટ
રહેતી હતી. પ્રિ ફાયર એનઓસી માટે આવતા બિલ્ડરને વડોદરાની કંપનીને જ તેમની સ્કીમ
માટે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે ફરજ પાડવામાં આવતી હતી અને જો કોઇ તેમની વાત
સાથે સહમત ન થાય તો લાંચની રકમ વધી જતી હતી. મહેશ મોડ વડોદરાની કંપનીના
કોન્ટ્રાક્ટમાં તગડુ કમિશન લઇ લેતા હતા. એસીબીની ટ્રેપ બાદ કેટલાંક બિલ્ડરોએ મહેશ
મોડ અને કમલદાન દ્વારા લાંચ માંગવામાં આવી હોવાનો અને વડોદરાની કંપનીને ફાયદો
કરાવવા માટે ઓફર કરાયાની વિગતો એસીબીને પુરી પાડી છે.
જે અંગે ચોક્કસ માહિતી અને પુરાવા એકત્ર કરીને અપ્રમાણસર
મિલકતોના કેસમાં તેની તપાસને લેવામાં આવશે. આ સાથે મહેશ મોડ વતી કમલદાન ગઢવીએ
તેમના સગાના નામે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણ કરાયુ હોવાનું ઉપરાંત, ગોલ્ડમાં સૌથી
વધારે નાણાં રોક્યાની વિગતો પણ એસીબીને મળી છે. આમ,
માત્ર લાંચ કેસ જ નહી પણ અપ્રમાણસર મિલકતોને મામલે પણ એસીબી ગાળિયો મજબુત
કરશે.
[ad_2]
Source link






