Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વુડા દ્વારા કાયદાનું ખોટું અર્થઘટન કરી બાંધકામ પરવાનગીમાં વિલંબ: આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર્સ એસોસિએશનની રજૂઆત

On: February 5, 2022 6:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 05

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા) દ્વારા બાંધકામ પરવાનગી ના મુદ્દે કાયદાનું ખોટું અર્થઘટન કરી પરવાનગી આપવામાં વિલંબ કરતા હોવાથી આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વુડા દ્વારા સામાન્ય મુદ્દાને કારણે બાંધકામ પરવાનગી આપવામાં વિલંબ કરવામાં આવે છે ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ માપણી કરે છે અને તેમની માપણીમાં વિસંગતતા છે તેવું બહાનું કાઢી પરવાનગી આપવામાં આવતી નથી તો કેટલીક જગ્યાએ પાણીનું વહેણ જતું હોય તો તેને વરસાદી કાંસ પસાર થાય છે તેમ બહાનું કાઢીને પરવાનગી આપતા નથી

એ જ પ્રમાણે કોઈ જમીનમાં અગાઉ ઇંટો નો ભઠ્ઠો હોય કે પછી કોઈ મોટો ખાડો હોય તો તેને તલાવડી કે તળાવ છે તેવું બહાનું કાઢીને બાંધકામ પરવાનગી આપતા નથી.

આ ઉપરાંત પ્લોટ વેલીડેશન ટીપી સ્કીમના ઇન્ક્રિમેન્ટલ ચાર્જીસ પ્રિન્ટ ચેક સર્ટિફિકેટ અને occupation સર્ટીફીકેટ વિકાસ પરવાનગી renewal, ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ વિગેરે મુદ્દે ઝડપી કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ અંગે આર્કિટેક્ટ એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત સભ્યોએ વુડાના અધિકારી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે પ્લોટ વેલીડેશન માટે જીડીસીઆરના નિયમ મુજબ અમલ કરવો જોઈએ તેમજ અરજદાર દ્વારા રજૂ કરેલા રેકોર્ડની માન્ય રાખી કામગીરી કરવી જોઈએ.

ટી.પી. ઇન્ક્રિમેન્ટલ ચાર્જ ની વસુલાત ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ કરવી જોઈએ ફાઇનલ ટીપી સ્કીમમાં પી ઇન્ક્રિમેન્ટલની રકમ 10 હપ્તે વગર વ્યાજે વસૂલ કરવાનો નિયમ છે તેનો અમલ કરવો જરૂરી છે.

પરવાનગી આપવાના મુદ્દે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ તેમજ રેવન્યુ કોડની વિસંગતતા ઊભી કરી આપેલા ચાલુ વિકાસ પરવાનગી રદ કરવી જોઈએ નહીં. પરવાનગી નો સમાવેશ થતો હોય તો તેની જાણ પરવાનગી પત્ર અને નકશા સહ નગર નિયોજકને કરવી જરૂરી છે.

પ્લિંથચેક અને ઓક્યુપેશન સર્ટિફિકેટ ની પણ સમય મર્યાદા નક્કી કરવી જરૂરી છે એટલા માટે કે વિલંબ થવાને કારણે રેરામાં બિલ્ડરને દંડ ભરવો પડે છે. પરવાનગી સમયે વસૂલ કરેલી લાગતો માં તફાવત લેવાની પ્રથા બંધ કરવી જોઈએ.

રાજ્ય સરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ શરૂ કરેલ છે તે મુજબ જીડીસીઆરમાં વિસંગતતા જણાય તો ઓફલાઈન નકશા રજૂ કરીને મંજૂરી આપવી અને નિયમોની વિસંગતતા તથા ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમમાં અરજી કરી હોય તેને વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!