[ad_1]

– સાયલા નેશનલ હાઇવે પર
– 24006 લીટર કેમિકલ, ટેન્કર સહિત રૂ. 40.24 લાખનો મુદ્દામાલ ઝડપાયો : એકની ધરપકડ કરાઇ
સાયલા : સાયલા નેશનલ હાઈવે ઉપર આયા ગામ પાસે આવેલી હોટલમાં આવતા ટેન્કરોમાંથી કેમીકલની ચોરી કરવાના કૌભાંડનો એલ.સી.બી એ પર્દાફાશ કરીને એક વ્યકિતને રૂા.૪૦,૨૪,૫૩૬ના મુદામાલ સાથે ઝડપી લીધો છે.
ચુડા તાલુકાનાં ભાણેજડા ગામે રહેતા ગભરૂભાઈ જાગભાઈ ભાંભળા નામના શખ્સ દ્વારા પોતાના સાગરીત કાળુ તથા અન્ય સાગરીતો સાથે મળી સાયલા હાઈવે ઉપર આયા ગામ પાસે આવેલી પોતાની ન્યુ શકિત હોટલ યુપી,બીહાર,પંજાર,ઝારખંડ નામની હોટલ પાછળ હોટલમાં આવતા કેમીકલના ટેન્કરમાંથી કેમીકલ કાઢવાની ગેરકાયદે પ્રવૃતિ કરે છે તેવી બાતમી મળતા એલ.સી.બી.ની ટીમે દરોડો પાડયો હતો. જેમાં મુખ્ય આરોપી ગભરૂભાઈ ભાંભળા હાજર મળી આવેલા નહોતો.જયારે તેનો સાગરીત કાળુ અને એક અજાણ્યો શ્ખ્સ નાસી ગયા હતા.આ દરોડામાં ટેન્કર નં-જી.જે.૨૩ એ.ટી.૫૮૭૨ નો ચાલક ઉતરપ્રદેશના ઈલાહાબાદ જીલ્લાંનાં દુબાહી ગામનોઅરશદઅલી અહમદઅલી ઝડપાઈ ગયો હતો.
દરોડા દરમિયાન પોલીસની ટીમે ટેન્કરમાં રહેલા રૂા. ૨૦,૧૦,૪૦૬ની કિંમત નું ૨૪૦૦૬ લીટર બેન્જીન કેમીકલ,કેમીકલ ભરેલ ટેન્કર રૂા.૨૦લાખ, કેમીકલ ચોરીના વિવિધ સાધનો વિગેરે મળી કુલ રૂા. ૪૦,૨૪,૫૩૬નો મુદામાલ જપ્ત કરી ટેન્કર ચાલકની અડક કરી હતી આ અંગે સાયલા પોલીસમથકમાં ગભરૂભાઈ જાગભાઈ ભાંભળા,કાળુ, અજાણ્યોે શખ્સ અને ટેન્કર ચાલક અરશદ અલી એમ ચાર શખ્સો સામે આઈ.પી.સી ૪૦૭,૨૮૫,૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
[ad_2]
Source link






