[ad_1]

– 3833 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુધારો સાથે 3867 કરોડએ પહોંચ્યું
વડોદરા, તા. 04 ફેબ્રુઆરી
વડોદરા કોર્પોરેશનની આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી છે. કમિશનર તરફથી રજૂ થયેલા 3833 કરોડના ડ્રાફ્ટ બજેટ માં સુધારો વધારો કરી સ્ટેન્ડીંગ કમિટીએ 3867 કરોડના બજેટ ઉપર મંજૂરીની મહોર મારી છે. હાથ ધરેલા 1300 કરોડ ઉપરાંતના વિકાસકામો પૈકી 700 કરોડના વિકાસ કામો થઇ ચુક્યા હોવાનું જણાવ્યું છે.
વડોદરા કોર્પોરેશનનું બજેટ મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી નવ જેટલી બેઠકોનો દોર કાર્યરત થયો હતો. જેમાં જરૂરી ચર્ચા વિચારણા અને નિર્ણયો લેવાયા હતા. ખાસ કરીને કોર્પોરેશનની આવક વધારવી પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂકવો તેમજ વધારાનો ખર્ચ કેવી રીતે બચાવવો તે દિશામાં નિર્ણય લીધા છે. જર્જરિત મકાન ના મોનીટરીંગ હેતુ સેલની રચના કરવી, તળાવમાં ડ્રેસના જોડાણ કાપી નાંખવા, નવા આવકના સ્ત્રોત ઉભા કરવા, ખાનગી મિલકતો ઉપર લાગેલા હોર્ડિંગ્સની નોંધણી કરવી, રસ્તા ઉપર આડેધડ પાર્કિંગની સમસ્યા ટાળવા પે પાર્કિંગની સુવિધા કરવી, સ્મશાનની સુવિધામાં વધારો કરવા, તળાવ તથા બાગ બગીચાની સ્વચ્છતા ઉપર ભાર મૂકવો, આવાસોમાં સ્વચ્છતા અભિયાન, લોકોના ઘરોમાં આરો સિસ્ટમ થી વેડફાટ થતાં પાણીનો બચાવ કરવાનો પ્રયાસ સહિતના અનેક સુજાવ કરવામાં આવ્યા છે.
[ad_2]
Source link






