Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કિશોરપુરા પાસે ટ્રકની અડફેટે બાઇક ફંગોળાયું : એકનું મોત

On: February 4, 2022 5:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 3

મોડાસા તાલુકાના કિશોરપુરા ગામની સીમમાંથી પસાર થતાં ધનસુરા-હિંમતનગર
માર્ગે પુરઝડપે હંકારાતી ટ્રકના ચાલકે પોતાના કબ્જાની ટ્રકને બેદરકારી ભરી રીતે હંકારી
માર્ગ પરથી પસાર થતી બાઈકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ
પહોંચી હતી. જયારે બાઈક સવાર ૪૯ વર્ષિય ઈસમનું ઘટના સ્થળ  ઉપર મોત નીપજયું હતું. અકસ્માત સર્જી ટ્રક ઘટના
સ્થળે છોડી ભાગી જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદા હેઠળ
કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકને સારવાર
હેઠળ ખસેડાયો હતો.

ધનસુરા વાયા શીકા-હિંમતનગરના માર્ગના કિશોરપુરા નજીક મેઘરજ તાલુકાના
અદાપુર(સીસોદરા)ના બે શખ્સ બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આ માર્ગે પુરઝડપે હંકારાઈ
રહેલ ટ્રકના ચાલકે પોતાના કબ્જાની ટ્રકને બેદરકારી અને ગફલતભરી રીતે હંકારતાં બાઈકને
પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ટ્રકની ટક્કરથી બાઈક ફંગોળાયું
હતું અને બાઈક ચાલક અને સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ
બાઈક સવાર મનુભાઈ ભગાભાઈ પટેલ (ઉ.વ.૪૯)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.

જયારે ગંભીર રીતે ઘવાયેલ બાઈક ચાલક કનુભાઈ હિરાભાઈ પટેલને સારવાર
હેઠળ ખસેડયા હતા.અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી મોડાસા રૂરલ પોલીસે અકસ્માત
સર્જી ટ્રક ઘટના સ્થળે છોડી ભાગી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ઈપીકો અને મોટર વાહન અધિનિયમ
હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાઈક ચાલક અને સવાર મેઘરજ તાલુકાના અદાપુર (સીસોદરા) ગામના
હોવાનું ફરીયાદમાં જણાવાયું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!