Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

શીણાવાડ ગુ્રપ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ દ્વારા ધમકીથીકંટાળીને આત્મ વિલોપનનો પ્રયાસ કરાયો

On: January 25, 2022 5:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 24

મોડાસા તાલુકાની શીણાવાડ ગુ્રપ ગ્રામ પંચાયતમાં ગત ડીસેમ્બર
માસમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીઓ બાદ તાજેતરમાં ડેપ્યુટી સરપંચ પદની
ચૂંટણી યોજાતાં દોલપુર ગામના યુવકનો એક મતથી વિજય થયો હતો.પરંતુ આ યુવકની જીત
વિરોધીઓ પચાવી નહી શકતાં ધમકીઓ અપાઈ હતી. 
બહિષ્કાર કરવા સુધીના મેસેજ વોટસએપના માધ્યમથી વાયરલ કરાયા હતા.પરિણામે
જીતની ખુશીને બદલે ધમકીઓથી ગભરાઈ ગયેલા અને જાતિ વિષયક અપશબ્દોથી ત્રસ્ત બનેલા આ
યુવકને આપઘાત કરી લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ વિરોધીઓ દ્વારા કરાયું
હતું.જોકે આ ડેપ્યુટી સરપંચે કરેલા આત્મવિલોપનના પ્રયાસમાં અન્ય લોકોએ દોડી આવતાં
બચાવ થયો હતો.જયારે વિરોધીઓના રાજકારણને લઈ જિલ્લાભરમાં ચકચાર મચી હતી.

સ્થાનિક સ્વરાજયએ વિકાસ અને પ્રજાલક્ષી તમામ જરૃરી કાર્યો માટે
મહત્વનું પરીબળ ગણાય છે. ત્યારે ગત ૧૯ મી ડીસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લામાં મુદ્દત
પૂરી થતી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાઈ હતી.આ ચૂંટણીઓમાં અન્ય ગ્રામ પંચાયતો સાથે
શીણાવાડ ગુ્રપ ગ્રામ પંચાયતમાં પણ સરપંચ સહિત વોર્ડ સભ્યોની ચૂંટણીઓ યોજાઈ હતી અને
સરપંચ પદે દોલપુરના ઉમેદવાર વિજઈ નીવડયા હતા.ગત ૨૧મી જાન્યુઆરી ના રોજ આ ગ્રામ પંચાયતમાં
ડેપ્યુટી સરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૫ વિરૃધ્ધ ૬ મતો મેળવનાર દોલપુરના જ યુવક
ભાવેશભાઈ લખાભાઈ રાવળ ડેપ્યુટી સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા.ઈતિહાસમાં પહેલીવાર આ ગ્રામ
પંચાયતમાં રાવળ સમાજના યુવકને હોદ્દો મળતાં ખુશીનો માહોલ સર્જાયો હતો.પરંતુ આ વિજયને
આ યુવક અને સમાજબંધુઓ મનાવી શકે તે પૂર્વે જ આ જીતને પચાવી નહી શકનાર વિરોધીઓએ આ યુવકને
તરહ તરહની ધમકી આપવા માંડી હતી.  સોશિયલ મિડીયાના
વોટસએપ ગ્રુપના માધ્યમથી ડેપ્યુટી સરપંચ વિરૃધ્ધ જાત જાતના ધમકીભર્યા સંદેશાઓ અને બહિષ્કાર
કરવા સુધીની ધમકીઓ પણ વાયરલ થઈ હતી. ત્યારે જીવ જોખમાય તેવી ધમકીઓ અને જાતિ પ્રત્યે
અપમાનીત કરતા અપશબ્દોથી વાઝ આવી આ યુવકને શરીર ઉપર જવલનશીલ પ્રવાહી છાંટી આપઘાત કરવાનો
વારો આવ્યો હતો.જોકે આ યુવકના આ પ્રયાસને નજીક ઉભેલા લોકોએ દોડી આવી નિષ્ફળ બનાવી આ
ડેપ્યુટી સરપંચને બચાવી લીધા હતા.પરંતુ છેલ્લી કક્ષાના રાજકારણ અને વિરોધીઓના છેલ્લા
કક્ષાના વલણની ચોરકોર ટીકાઓ ઉઠી હતી.આ આપઘાતના પ્રયાસનો અને વિવાદનો વીડીયો સોમવારના
રોજ સોશીયલ મીડીયા ઉપર વાયરલ થતાં ચકચાર મચી હતી. 

અમે તને મારી નાખવાની નથી, આજથી તુજ સરપંચ

વિવાદ બાદ વાયરલ થયેલા વિડીયોમાં શરીરે જવલનશીલ પ્રવાહી
છાંટયા બાદ આ યુવકના કપડા ભીના જણાતાં હતા.અને તેની સાથે ઘર્ષણમાં ઉતરેલા કેટલાક
લોકો ઉંચા અવાજથી તારે રાજ કરવુ હોય તો કર
,અમે તને મારી નાખવાના નથી આજથી તું જ સરપંચ
એવા સંવાદો વિડીયોના માધ્યમથી વાયરલ થયા હતા. જયારે વોટસએપના એમ ગુ્રપમાં આ યુવકને
લઈ તરહ તરહની છેક બહિષ્કાર સુધીની ધમકીના મેસેજ પણ વાયરલ થતાં જિલ્લાભરમાં ચકચાર
મચી હતી.

ડેપ્યુટી સરપંચ પદે 
યુવકનો એક મતથી વિજય થયો હતો

 શીણાવાડ ગુ્રપ
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ડેપ્યુટી સરપંચ પદ માટે ગત શુક્રવારે યોજાયેલ ચૂંટણીમાં
બે ઉમેદવારાએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં દોલપુરના ભાવેશભાઈ લખાભાઈ રાવળે છ મત
મેળવી ૧ મતની સરસાઈથી વિજય મેળવતાં અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ એ પછી
વકરેલા આ વિવાદને લઈ આ ચૂંટણી જિલ્લાભરમાં ચકચારી બની હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!