Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહેસાણાની યુવતિ પાસે છ લાખનું દહેજ માંગતા સાસરીયા વિરૃધ્ધ ફરિયાદ

On: January 24, 2022 12:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા.23

મહેસાણાના નાગલપુરની અને ઊંઝાના ટુંડાવ ગામે રહેતી પરિણીતા
પાસે દહેજ પેટે રૃ.૬ લાખની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી અપશબ્દો
બોલી મારઝૂડ કર્યાની ફરિયાદ મહેસાણા સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ સાસરિયા
સામે નોંધાવી હતી.

મહેસાણાના નાગલપુર ખાતેની વિક્રમનગર સોસાયટીમાં રહેતા
બાબુલાલ ભુદરભાઈ પટેલની પુત્રી સોનલબેનના લગ્ન વર્ષ ૨૦૧૩માં ઊંઝા તાલુકાના ટુંડાવ
ગામે રહેતા કોમ્પ્યુટર એન્જિનિયર હિતેષ પ્રવીણભાઈ પટેલ સાથે થયા હતા. લગ્નજીવન
દરમિયાન સોનલબેન એક સાત વર્ષીય પુત્રીના માતા બન્યા હતા. લગ્નના શરૃઆતમાં સારી
રીતે રાખ્યા બાદ પતિ હિતેશ પ્રવીણભાઈ પટેલ દ્વારા દહેજ પેટે રૃ.૬ લાખની માંગણી કરી
મહેણાટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી હેરાન કરતા હતા. પતિની સાથે સાસુ
, સસરા, નણંદ, દીયર સહિતના
માનસિક ત્રાસ ગુજારી મદદગારી કરતા હતા. સાસરિયાના ત્રાસ અને પતિની અવારનવારની
મારપીટથી કંટાળી જઈ સોનલબેન હિતેષભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી પિતાના ઘરે નાગલપુર
, મહેસાણા રિસામણે
રહેવા આવી ગયા હતા. આ અંગે પરિણીતા સોનલબેન બાબુલાલ પટેલ (ઉવ.૩૧)એ મહેસાણા મહિલા
પોલીસ સ્ટેશનમાં પતિ હિતેષ પ્રવીણભાઈ પટેલ
,
સસરા પ્રવીણ શંકરભાઈ પટેલ,
સાસુ ચંદ્રિકાબેન પ્રવીણભાઈ પટેલ,
દીયર લોપેશ પ્રવીણભાઈ પટેલ (રહે.તમામ ટુંડાવ, તા.ઊંઝા) તથા નણંદ નીલમબેન નીરવકુમાર પટેલ (રહે.બ્રામણવાડા, તા.ઊંઝા) વિરૃધ્ધ
ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દહેજ પ્રતિબંધક ધારા સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો
દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!