કડક કાર્યવાહીના પરિણામ સારા મળ્યાં, અમદાવાદ મ્યુનિ.તંત્રે સાત મહિનામાં બે હજાર કરોડના ૯૦ પ્લોટનું પઝેશન મેળવ્યું

On: January 23, 2022 1:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,શનિવાર,22
જાન્યુ,2022

અમદાવાદ શહેરના સાત ઝોનમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની
માલિકીના અથવા જે તે હેતુ માટે રીઝર્વ રાખવામાં આવેલા મ્યુનિ.ના રીઝર્વ પ્લોટો ઉપર
કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ અને દબાણો દુર કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં
આવતા માત્ર સાત મહિનાના સમયમાં તંત્રે બે હજાર કરોડની કિંમતના ૯૦ પ્લોટોનું પઝેશન
મેળવ્યુ છે.પઝેશન લેવાયેલા પ્લોટો ઉપર ફરીથી દબાણો ના થાય એ માટે આગામી દિવસોમાં
વોર્ડ ઈન્સપેકટર કક્ષાએ જવાબદારી નકકી કરવા વિચારણા હાથ ધરવામાં આવી હોવાનું
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.પઝેશન લેવાયેલા કુલ પ્લોટ પૈકી પશ્ચિમ ઉપરાંત
ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના સૌથી વધુ ૪૫ પ્લોટનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના બાંધકામ ઉપરાંત રસ્તા
ઉપર નડતર
રુપ દબાણો દુર કરવાની કાર્યવાહીના ભાગરુપે જુન -૨૦૨૧ના અંતિમ સપ્તાહથી સાત
ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.દરમ્યાન હાઈકોર્ટ દ્વારા
આપવામાં આવેલા આદેશ બાદ આ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે.ટાઉન પ્લાનીંગ
કમિટીના ચેરમેન દેવાંગ દાણીની મળેલી પ્રતિક્રીયા મુજબ
,જુન-૨૦૨૧ થી
ઓકટોબર-૨૦૨૧ ના પહેલા સપ્તાહ સુધીમાં શહેરના સાત ઝોનમાં ૧૧૦૦ કરોડની વર્તમાન બજાર
કિંમત ધરાવતા પ્લોટો ઉપરના ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દુર કરી પઝેશન મેળવવામાં
આવ્યુ હતું.મ્યુનિ.દ્વારા સેલ ફોર રેસિડેન્શિયલ
, સેલ ફોર કોમર્શિયલ ઉપરાંત સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત અલગ
અલગ હેતુ માટે સાત ઝોનમાં રીઝર્વ પ્લોટ રાખવામાં આવ્યા છે.

મ્યુનિ.શાસકો માટે એક સમય એવો હતો જયારે શહેરના કયા ઝોનમાં
મ્યુનિ.ના રીઝર્વ પ્લોટ કેટલા છે.આ પ્લોટો પૈકી કેટલા પ્લોટો ઉપર દબાણ કે બાંધકામો
થયા છે.કેટલા પ્લોટ દબાણ અથવા બાંધકામથી મુકત છે એની કોઈ ચોકકસ માહિતી ટર્મ પુરી
થઈ જાય એમ છતાં પણ શાસકપક્ષના હોદ્દેદારો કે ટી.પી.કમિટીના ચેરમેનને મળતી
નહોતી.આગામી સમયમાં છેલ્લા સાત મહિનામાં જે ૯૦ પ્લોટોના પઝેશન લેવામાં આવ્યા છે
એના ઉપર ફરીથી દબાણ કે ગેરકાયદેસર બાંધકામ ના થાય એ માટે જે તે વોર્ડ કક્ષાએ વોર્ડ
ઈન્સપેકટરની જવાબદારી નકકી કરવા કવાયત શરુ કરાઈ હોવાનું પણ કમિટી ચેરમેને ઉમેર્યુ
હતું.૮ ઓકટોબર-૨૦૨૧ સુધીમાં પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં અનુક્રમે નવ-નવ
પ્લોટ
,દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં પાંચ પ્લોટ ઉપરાંત દક્ષિણ ઝોનમાં પાંચ અને ઉત્તર ઝોનના ચાર પ્લોટના પઝેશન
મેળવવામાં આવ્યા હતા.

ત્રણ મહિનામાં ૯૦૦ કરોડના પ્લોટનું પઝેશન લેવામાં આવ્યું

ઓકટોબર-૨૦૨૧થી ૨૧ જાન્યુઆરી-૨૦૨૧ સુધીના ત્રણ મહિનાના
સમયમાં ૯૦૦ કરોડથી વધુ કિંમતના રીઝર્વ પ્લોટનું મ્યુનિ.એસ્ટેટ વિભાગે પઝેશન
મેળવ્યુ છે.પૂર્વ ઝોનમાં ૨૫૬ કરોડના ૧૪ પ્લોટ
, દક્ષિણ ઝોનમાં ૧૯ કરોડની કિંમતના ૧૦ પ્લોટ, ઉત્તર ઝોનમાં ૨૦
કરોડની કિંમતના આઠ પ્લોટ
,
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨૭૦ કરોડની કિંમતના દસ પ્લોટ,દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં ૩૮ કરોડની કિંમતના સાત પ્લોટ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં ૧૦૧ કરોડના ત્રણ
પ્લોટનું પઝેશન લેવાયુ હતું.૨૧ જાન્યુઆરીએ થલતેજ અને ગોતા વોર્ડમાં ૫૦ કરોડની
કિંમતના બે પ્લોટના પઝેશન લેવામાં આવ્યા હતા.ઉપરાંત નરોડા વોર્ડમાં ૨૧.૫૦ કરોડની
કિંમતના બે પ્લોટ અને સરખેજ વોર્ડમાં એક કરોડની કિંમતના પ્લોટનું પઝેશન લેવામાં
આવ્યુ હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!