ખેડા જિલ્લામાં એકાએક કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો ચિંતિત

On: January 22, 2022 4:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– તાપમાનનો પારો ગગડીને 11 ડિગ્રી સુધી પહોંચી ગયો

– વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું

નડિયાદ : હાડ થીજવતી ઠંડીની અસર ચરોતરમાં પણ વર્તાઇ રહી છે. ખેડા જિલ્લામાં આજે  મિનિમમ તાપમાનનો પારો ગગડીને ૯ ડિગ્રી સેલ્સીઅસ પર પહોંચ્યો છે. જેને કારણે  ચરોતરમાં હીલ સ્ટેશનનો અનુભવ થઇ રહ્યો છે. આજે સવારે નડિયાદમાં કમોસમી વરસાદના છાંટણા પડયા હતા.  ૧૯૯૮ની તા. ૧૮ જાન્યુઆરીએ આ જ રીતે મિનિમમ તાપમાન ગગડીને ૪ ડિગ્રી સેલ્સીઅસ પર પહોંચ્યું હતું. એ પછી તા. રપ જાન્યુઆરી, ર૦૧૬ના રોજ  ચરોતરમાં તાપમાનનો પારો ગગડીને ૪ ડિગ્રી સેલ્સીઅસ પર પહોંચ્યો હતો. તો આજે ૨૦૨૨ની જાન્યુઆરીએ પારો ૧૧ ડિગ્રી સુધી પહોંચ્યો છે. 

છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી  પ્રમાણે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગત્ રોજ વહેલી સવારે જિલ્લાના શહેરોમાં ગાઢ ઘુમ્મસ છવાઇ જતાં હીલ સ્ટેશન જેવો અનુભવ ચરોતરવાસીઓને થયો હતો. તો આજે વહેલી સવારે વરસાદના સામાન્ય છાંટાએ જમીનને ભીની કરી હતી.ઉત્તર-પૂર્વીય દિશામાંથી કલાકે ર.રની ઝડપે ફૂંકાતા પવનોએ  ચરોતરવાસીઓને બર્ફીલા પવનોનો અનુભવ કરાવ્યો છે.  

હવામાનના ફરી વળેલી શિતલહેરના કારણે લોકોને કાતિલ ઠંડીનો કહેર યથાવતર રહ્યો  છે. ઠંડા પવનોના કારણે મિનિમમ તાપમાનનો પારો ગગડીને ૧૧ ડિગ્રી સેલ્સીઅસ પર પહોંચ્યો છે. 

આજે દિવસ દરમ્યાન વાતાવરણ વાદળછાયું અને ઠંડકવાળું રહ્યું હતું. દિવસ દરમ્યાન તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!