[ad_1]

વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર
વડોદરા સહિતના ઘણા શહેરોમાં આજે સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. વરસાદના કારણે આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે.
ગઈકાલે હવામાં ભેજનું પ્રમાણ ઊંચું અને નીચા પારાના કારણે સમગ્ર વડોદરા જિલ્લામાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટીનું સ્તર ઘટતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. જો કે આજે વરસાદની સ્થિતિમાં ધુમ્મસમાંથી રાહત મળી હતી. પરંતુ વરસાદની મોસમ પસાર થતાં ફરીથી ધુમ્મસ જોવા મળવાની શકયતા છે.
છેલ્લા બે દિવસથી વડોદરામાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું . પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગઈકાલે ધૂમસ્સીયું વાતાવરણ છવાયા બાદ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારના સુમારે અચાનક વરસાદી ઝાપટુ પડતા દોડધામ મચી જવા પામી હતી. ખાસ કરીને કામધંધે જવા નીકળેલા વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભરશિયાળે વરસાદ વરસતા લોકોએ ડબલ ઋતુનો અનુભવ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે સાયકલોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતના હવામાનમાં પલટા સાથે વરસાદની આગાહી કરાઈ હતી. કમોસમી વરસાદ ઊભા પાકને નુકસાન પહોંચાડે છે. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સાઇક્લોનિક સર્ક્યુલેશન કમોસમી વરસાદ લાવે છે.
[ad_2]
Source link






