[ad_1]

જામનગર, તા. 21 જાન્યુઆરી
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કિમટી ની બેકઠ માં આજે રૂ. 29 કરોડ 87 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રૃપિયા 46 લાખના તો ફક્ત વધારાના ખર્ચનો સમાવેશ થાય છે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન મનિષ કટારિયા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની ઉપરાંત દસ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
સિવિલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નંબર 5, 9, 13 અને 14માં સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના ત્રણ કામ અંગે વધારાનો રૂ. દસ લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. હાપા લાલવાડી ગાર્ડન ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે નવાનગર નેચર કલબ સંસ્થાને સોંપવામાં આવેલ છે. તે માટે માસિક રૂ. 27 હજાર લેખે ખર્ચ ચૂકવવા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. સિવિલ ઈસ્ટ ઝોન નંબર 10, 11 અને 12માં સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડિંગ વર્કસના વધારાનો રૂ. પાંચ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ હેઠળ સીવર કલેક્શન પાઈપ લાઈન નેટવર્ક (ઝોન 2)ના વિસ્તારો વોર્ડ નંબર 12, 15 અને 16ના લાલપુર બાયપાસની બન્ને બાજુ આવેલા વિસ્તારો, જ્ઞાનગંગા ઈએસઆર અને મારૂ કંસારા સમાજ વિસ્તારમાં કામ અંગે રૂ. 12 કરોડ 57 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
ડિઝલથી ચાલતી 10 સિટી બસના સંચાલન માટે હાલ વર્તમાન કોન્ટ્રાક્ટર ને કામ સોંપવા અને સત્વરે નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્વર્ણિમ જંયતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અન્વયે વોર્ડ નંબર 1થી 16માં જુદી જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈંગ ગેસ પાઈપલાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્થમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનિંગ (ચરેડા) કરવાનો કામના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં વધારાનો રૃપિયા 31 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
ડીમોલીશન કામગીરી અન્વયે એસ્ટેટ શાખા માટે ટ્રેકટર ટ્રોલી વીજ જેસીબી (ડોઝર) ભાડાથી સપ્લાય કરવાની દરખાસ્ત અન્વયે વાર્ષિક રૂપિયા 4 લાખ 50 હજારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
સ્વચ્છ ભારત સર્વેક્ષણ મિશન 2022 અન્વયે સ્ટાર રેટિંગ પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સિટી અંતર્ગત સ્ટાર રેટિંગ તથા ઓ.ડી.એફ. અંતર્ગત વોટર પ્લસ સર્ટીફિકેટ મેળવવા માટે જરૃરી કામગીરી કરવા નિર્ણય લેવાયો હતો. તેમજ 34 વર્ક આસિસ્ટન્ટ કોન્ટ્રાક્ટરની મુદ્દત 6 માસ વધારવા મંજૂરી આપવામાં આવી હતી.
[ad_2]
Source link






